અમદાવાદઃ કંપનીના માલિકને કર્મચારીએ કહ્યું, આપણી ઓફિસના યુવકને તમારી પત્નિ સાથે સેક્સ સંબંધ છે, શેઠે મંગાવ્યા CCTV, પછી શું થયું?
અમદાવાદઃ વાડજમાં રહેતા અને કુરિયર કંપનીમાં કામ કરતા 22 વર્ષના યુવકની હત્યા કરીને તેની લાશ તેના ઘર બહાર ફેંકીને ભાગી જવાના કેસમાં સેક્સ સંબંધોની આશંકા હોવાનો ઘટસ્ફોટ થયો છે. યુવકને કુરિયર કંપનીના માલિકની પત્ની સાથે સેક્સ સંબંધ હોવાની શંકાને પગલે તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવકને પોતાની પત્નિ સાથે સેક્સ સંબંધ હોવાની શંકા ભૂપેન્દ્રભાઈ પટેલને થઈ તેના મૂળમાં કંપનીના જ એક કર્મચારીની ફરિયાદ હતી. કૃણાલ અને શેઠાણી વચ્ચે સેક્સ સબંધની ફરિયાદ કોઇ કર્મચારીએ ભૂપેન્દ્રભાઇને કરતાં ભૂપેન્દ્રભાઈ ગુસ્સે થઈ ગયા હતા પણ તેમણે પહેલાં ચકાસણી કરવાનું નક્કી કર્યું હતું.
આ અંગે વાડજ પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એ. રાઠવાએ જણાવ્યું કે, તેમણે માયાબહેનને ફોન કર્યો તેથી ચારેય જણાં સાથે હોવાની માહિતીના આધારે ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવાયા છે. જો કે હાલમાં તપાસ ચાલુ છે અને ભૂપેન્દ્ર, મેહુલ અને કેતનની પૂછપરછ ચાલી રહી છે.
તેમણે ડીવીઆર અને પત્ની સાથેના સબંધ વિશે પૂછપરછ કરવા માટે કૃણાલને બોલાવ્યો હતો. કૃણાલને લઇ ગયા બાદ તેની પૂછપરછ કરાઈ હશે તેવું મનાય છે. એ વખતે શું બન્યું તે વિશે પોલીસ તપાસ કરી રહી છે પણ ભૂપેન્દ્રભાઇ, મેહુલ, મનિષા અને કેતને માયાબહેનને ફોન કરી તેમનો દીકરો કેવા કાંડ કરે છે, તેવી કહ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે જૂના વાડજ રામાપીરનો ટેકરો હનુમાનજી મંદિર પાસે રહેતો કૃણાલ મંગળસિંગ ભાટી(22) ઓનડોર કુરિયર કંપનીમાં નોકરી કરતો હતો. આ કંપનીના માલિક તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને કંપનીની ઓફિસ મીઠાખળી ખાતે આવેલી છે.
કૃણાલના પોતાની પત્નિ સાથે સંબંધ હશે તો કૃણાલ પત્નિને મળવા ઘરે આવતો હશે તેમ માનીને તેમણે પોતાના ઘરના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું નક્કી કર્યું હતું. જો કે ભૂપેન્દ્રભાઈ પટેલ સીટીટીવી ચેક કરે તે પહેલાં ડીવીઆર ચોરાઇ ગયુ. તેના કારણે પોતાની પત્નિને સેક્સ સંબંધ હોવાની શંકા મજબૂત બની હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -