ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના, કેમ ગુજરાત વાતાવરણમાં અચાનક થયો પલટો, જાણો વિગતે
હવામાન ખાતાએ ત્રણ દિવસ એટલે કે, 4 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડવાની આગાહી કરી છે. જેથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામાન્ય રીતે શિયાળામાં વરસાદ પડવો નહીંવત હોય છે ક્યારેક કોઈ ભાગમાં કમોસમી વરસાદ પડતો હોય છે. પરંતુ હાલમાં જે રીતે બંગાળના ઉપસાગારમાં વરસાદી સિસ્ટમ સર્જાઈ છે તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થઈ રહી છે. જેથી કમોસમી વરસાદ ઉપરાંત ઠંડીના પ્રમાણમાં પણ વધારો થઈ શકે છે.
ગુજરાતના વેરાવળ, પીપાવાવ, જાફરાબાદ, કંડલા પોર્ટ સહિતના બંદરો ઉપર બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. જ્યારે માછીમારોને દરિયો ન ખેડવાની પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
જોકે આ વરસાદી સિસ્ટમની વધુ અસર વર્તાશે તો ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે છે તેવું હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. આ સાથે ગુજરાતના તમામ બંદરો ઉપર બે નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવી દેવાયું છે.
અમદાવાદ: ગુજરાતમાં આ વખતે મન મૂકીને વરસાદ વરસ્યો હતો. જોકે ફરી ભર શિયાળે ગુજરાતમાં મેઘવર્ષા થવાના અણસાર વર્તાઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં ડીપ્રેશનને કારણે ‘ઓખી’ વાવાઝોડું આવ્યું છે જેની અસર ગુજરાતના વાવાતરણમાં પડવાની શક્યતાઓ છે. જેને લઈ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને આગામી 4થી 6 ડિસેમ્બરમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -