વણઝારા અને ખંડવાવાલા NGO શરૂ કરશે, શું હશે આ NGOની કામગીરી ? કોને કરશે વણઝારા મદદ? જાણો
વણઝારાએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે અને ભારત પણ તેનો સામનો કરી રહ્યું છે. દેશમાં આતંકવાદીઓના હક્કોના રક્ષણ માટે અનેક એનજીઓ છે પરંતુ આતંકવાદનો ભોગ બનેલાઓના અધિકારોને રક્ષણ મળે એ માટે અમે એનજીઓ બનાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં પાલડીના ટોગાર હોલમાં 9 ઓક્ટોબરે એક ભવ્ય કાર્યક્રમ યોજીને આ એનજીઓને લોંચ કરાશે તેમ વણઝારાએ જણાવ્યું છે. આ એનજીઓમાં વણઝારા જનરલ સેક્રેટરી તરીકે કામ કરશે જ્યારે ખંડવાવાલા ચેરમેન અને રઘુવંશી વાઈસ ચેરમેન હશે. એન્કાઉન્ટર કેસમાં વણઝારા વતી કેસ લડી રહેલા વી.ડી.ગજ્જરને સેક્રેટરીપદ અપાયું છે.
વણઝારા ઉપરાંત ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ વડા એસ.એસ.ખંડવાવાલા અને મહારાષ્ટ્રના માજી પોલીસ વડા કે.પી.રઘુવંશી પણ આ સંસ્થામાં સક્રિય થશે. આ સંસ્થાનું નામ જસ્ટીસ ફોર વિક્ટીમ્સ ઓફ ટેરરીઝમ રાખવામાં આવ્યું છે. આ સંસ્થા કાયદાકીય નિષ્ણાંતોની ટીમની મદદથી આતંકનો ભોગ બનેલા લોકોને કાનૂની સહાય પૂરી પાડશે.
એનજીઓની સત્તાવાર જાહેરાતના કાર્યક્રમમાં આઈબીના ભૂતપૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાજીન્દર કુમાર અને જસ્ટીસ (નિવૃત્ત) બી.જે.સેઠના મુખ્ય મહેમાન હશે. આ સમારોહમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચના સભ્ય અને દિલ્હી હાઈકોર્ટના માજી ચીફ જસ્ટીસ બી.સી.પટેલ પણ હાજરી આપશે.
અમદાવાદઃ ઈશરત જહાં અને સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટરના કેસના મુખ્ય આરોપી અને હાલ જામીન પર મુક્ત થયેલા ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી.વણઝારા આતંકવાદનો ભોગ બનેલા લોકોના માનવ અધિકારોના રક્ષણ માટે નોન-ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન (એનજીઓ) શરૂ કરવાના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -