અમદાવાદઃ પત્નીને અન્ય સાથે સેક્સ સંબંધની આશંકાએ પતિએ કૂકરના ઘા મારીને કરી નાંખી હત્યા, ધરપકડ
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં ગુરુવારે રાત્રે પતિ એ જ પત્નીની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પત્ની પર ચારિત્ર્યની શંકા રાખતા પતિ એ સામાન્ય તકરારમાં પત્નીના માથામાં કુકર વડે ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે બનાવની જાણ કૃષ્ણ નગર પોલીસને થતા પોલીસે આરોપી કમલકુમાર ઉર્ફે વિક્રમ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે ગુરુવારે સવારે 4 વાગ્યે કૃષ્ણનગરમાં કમલ ઉર્ફે વિક્રમ અબલસિંહ રાવત (ઉં.૩૬)એ તતેની નિંદ્રાધીન પત્ની પાર્વતી ઉર્ફે પારુલને માથામાં કૂકરના ફટકા મારી મોતને ઘાટ ઉતારી હતી. કમલને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી, જેના પગલે બન્ને વચ્ચે દોઢ વર્ષથી તકરાર ચાલતી હતી.
દરમિયાન ગુરુવારે સવારે ચારેક વાગ્યે કમલે રસોડામાંથી પ્રેશર કૂકર લાવીને નિંદ્રાધીન પત્ની પાર્વતીના માથામાં જીવલેણ ફટકા મારવા લાગ્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવતાં કમલ નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતા દોડી આવેલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી અને સાંજ સુધીમાં તેને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી કમલકુમાર વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ: પતિએ પોતાની પત્નીને અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સંબંધો હોવાની શંકાને આધારે સૂતેલી પત્નીને કૂકરના ઘા મારીને પતાવી દીધી હતી. પત્નીની બૂમાબૂમ પછી પાડોશમાં રહેતાં લોકો દોડી આવતાં પતિ ભાગી છૂટ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે પત્નીના હત્યા પતિને પકડી પાડ્યો છે.
પોલીસે કમલની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, ઘરમાં સામાન્ય ઝઘડો થતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને પતિને પત્ની સાથે અણબનાવ રહેતાં અગાઉ પણ ઝધડો થતો હતો. જોકે, ગુરુવારે ફરીથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે નજીકમાં પડેલું કુકર ઉપાડીને તેની પત્નીના માથામાં મારી દીધું હતું. આ હુમલામાં પત્નીને ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું. હાલ પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.