હાર્દિકની ઉદયપુરમાં ધરપકડ છતાં કેમ જેલમાં ના મોકલાયો ? કેવો બન્યો રસપ્રદ ઘટનાક્રમ ? જાણો
ગુજરાત બહાર રહીને પણ હાર્દિક ગુજરાત અને દેશમાં ચાલી રહેલી અલગ અલગ ગતી વિધીઓ પર પોતાની પ્રતિક્રિયા આપતો હતો. હાર્દિક પર રાજદ્રોહ અને વિસનગરમાં ધારાસભ્યની ઓફિસના તોડફોડનો કેસ છે. આ બંને કેસમાં હાલ તેને શરતી જામીન મળ્યા છે. હવે તેને તેનપુરમાં મંજૂરી વગરની સભાના આયોજનના કેસમાં પણ જામીન મળી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલ લાજપોર જેલમાં નવ મહિના રહ્યાં બાદ જૂલાઇ માં જામીન પર છૂટ્યો હતો. કોર્ટે તેને ગુજરાત બહાર રહેવાની શરતે જામીન આપ્યાં છે. જામીન મળ્યા બાદ ગુજરાતમાં વિવિધ સ્થળે રેલી અને સભા બાદ તે ઉદયપુરમાં 190, શ્રીનાથનગરની બાજુમાં, માઉન્ટ વ્યૂ સ્કૂલ, એરપોર્ટ રોડ, ધુજુ કી બાવડી ખાતે રહે છે.
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની ધરપકડના મામલે શનિવારે ઉદયપુરમાં જોરદાર ડ્રામા ભજવાયો હતો. ગુજરાત પોલીસે શનિવારે હાર્દિકની ધરપકડ કરી હતી અ આ મેસેજ ફરતા થતાં પાટીદારોમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. મોડી રાત સુધી હાર્દિકનું શું થયું તે વિશે ઉત્તેજના વ્યાપેલી રહી હતી.
આ કેસમાં હાર્દિકના સાથી દિનેશ બાંભણિયાની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત વરૂણ પટેલ સામે પણ કેસ નોંધાયો છે. બાયડ પોલીસે ઉદયપુર જઈને હાર્દિકને જામીનપાત્ર વોરંટ આપી 20 મિનિટ સુધી પૂછપરછ કરી હતી. પછી કાનૂની રીતે તેની ધરપકડ કરીને મિનિટોમાં જ તેને જામીન આપી દેવાની કાયદાકીય પ્રક્રિયા પૂરી કરાઈ હતી.
હાર્દિક પટેલે 27 જુલાઈ 2015ના રોજ તેનપુરમાં સભા કરી હતી. હાર્દિકના કાર્યક્રમને મંજૂરી નહોતી મળી છતાં તેણે સભા કરતાં તેને પકડવા પોલીસ તેનપુર પહોંચી હતી પણ હાર્દિક ખેતરોમાં થઈને ભાગી છૂટ્યો હતો કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
જો કે હાર્દિકને પોલીસ દ્વારા તરત જ તેને જામીન પણ આપી દેવાયા હતા. તેના કારણે તે ઉદયપુરમાં જ રહેશે અને તેને ગુજરાતમાં નહીં લવાય. અરવલ્લીના તેનપુરમાં હાર્દિક દ્વારા મંજૂરી વગર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગેના કેસમાં બાયડ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -