✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદીના બંદોબસ્તમાં પોલીસ બાખડ્યાઃ DCPએ PSIને લાકડી મારી, PSIએ જવાબમાં લાફો ઠોકી દીધો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Sep 2016 01:59 PM (IST)
1

અમદાવાદ : શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ એરપોર્ટ પર આગમન પહેલાં બંદોબસ્ત માટે હાજર એક ડીસીપીને એક પીએસઆઈએ લાફો ઝીંકીં દેતાં સનસનાટી મચી ગઈ છે. અમદાવાદના પોલીસ કમિશ્નર શિવાનંદ ઝાએ આ ઘટનાની ગંભીર નોંધ લઈને તપાસના આદેશ આપ્યા છે.

2

મોદીનું આગમન થવાનું હોવાથી એ સમયે તો અધિકારીઓએ બંનેને સમજાવીને રવાના કર્યા હતા પણ પછી આ ઘટના અંગે પોલીસ કમિશ્નર શિવાનંદ ઝાને ફરિયાદ કરી હતી. ઝાએ તેની ગંભીરતાથી નોંધ લઈને ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ સી.પી. જે. કે. ભટ્ટને તપાસ કરવા કહ્યું છે. બીજી તરફ ડીસીપીને તમાચો ઠોકી દેનારા પીએસઆઈ ચૌધરીએ પોતાને ગંભીર ઈજા થઈ છે તેવું જાહેર કરીને એલ.જી. હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છે. આ ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓ કશું બોલવા તૈયાર નહોતા પણ ઝાએ તપાસ સોંપતાં મામલો બહાર આવી ગયો છે.

3

આ ઘટનામાં સંડોવાયેલા પીએસઆઈ ઝોન-6ના ડીસીપી રાજન સુસરાના રીડર પીએસઆઈ આર.એફ. ચૌધરી છે. શુક્રવારે સાંજે ઝોન-4ના ડીસીપી એસ.કે. ગઢવીએ ચૌધરીને લાકડી મારી હતી ને જવાબમાં ચૌધરીએ ગઢવીને પોલીસ અધિકારીઓની હાજરીમાં જ તમાચો ઠોકી દીધો હતો.

4

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે શુક્રવારે સાંજે મોદી દિલ્લીથી અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે તેવો મેસેજ મળ્યો પછી એસ.કે ગઢવીએ એરપોર્ટ પર હાજર તમામ પોલીસોને મોદીના આગમન સમયે શું કરવું તેની સૂચના આપવા બોલાવ્યા હતા.

5

ગઢવીએ ચૌધરીને આ અંગે કોમેન્ટ કરી હતી કે ‘તમે બહુ ઢીલા છો’ એમ કહી ખભા પર લાકડી મારી હતી. તેના પગલે ચૌધરી ખૂબ અકળાઈ ગયા હતા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઉગ્રતા વધી હતી ને ચૌધરીએ ગઢવીને તમાચો ઠોકી દેતાં સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.

  • હોમ
  • અમદાવાદ
  • મોદીના બંદોબસ્તમાં પોલીસ બાખડ્યાઃ DCPએ PSIને લાકડી મારી, PSIએ જવાબમાં લાફો ઠોકી દીધો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.