હાર્દિક પટેલે કોના વિશે કહ્યું, સિંહ છે .............. આ છોરો, રેશમાના ચારિત્ર્ય પર ગંદા આક્ષેપો વિશે શું બોલ્યો ? જાણો
હાર્દિકે પોતાના ફેસબુક પેજ પર સવાલ કર્યો છે કે, માનવતા ભાજપના રાજમાં ક્યાં છે ?? હાર્દિકે લખ્યું છે કે ભાવનગરમાં પાટીદાર યુવા પર ગંભીર ઇજા થયેલી હોવા છતાં ભાજપના ઈશારે ભાવનગરમાં દવાખાનામાં ડોકટર સારવા ની મનાઈ કરી રહ્યા હોવાથી મારા પાટીદાર ભાઈને અમદાવાદ સારવાર માટે ખસેડાયો છે.
હાર્દિકે લખ્યું છે કે, જાગો મારા પાટીદાર ભાઈ. ભાજપની ગુંડાગર્દી. પાટીદારોને ખતમ કરવાની તૈયારી ભાજપની છે. ભાઈઓના વિરોધ નહિ, ભાજપનો વિરોધ કરો. હાર્દિકે હાકલ કરી છે કે, ભાવનગરમાં પાટીદાર યુવાનને ન્યાય આપવા તથા જીતુ વાઘાણીની ગુંડાગર્દી બંધ કરવા ઉપવાસમાં જોડાવો. અનામત આંદોલ ની તાકાત બતાવો. હવે તો આરપાર ની લડાઈ જ લડો.
હાર્દિકે રેશમા પટેલના ચારિત્ર્ય પર થયેલા ગંદા આક્ષેપોની ટીકા કરતાં લખ્યું છે કે, હાલ પાટીદાર સમાજ અને પાસના મહિલા કન્વીનર રેશ્મા પટેલને બદનામ કરવા અમુક કહેવાતી સંસ્થાના લોકો બહાર આવ્યા છે. જે સમાજ માટે શરમજનક છે. આવા વાહિયાત આરોપોને હું સ્પષ્ટ શબ્દમાં વખોડું છું. રેશ્મા પટેલ આંદોલનમાં નિસ્વાર્થ ભાવે કામે કરે છેઅને હિંમતવાન છે. બહેન દીકરીની રક્ષા વાતોથી નથી થતી.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના કાર્યક્રમમાં ઉગ્ર વિરોધ કરનાર કેયૂર મોરડિયાનાં વખાણ કરી છે. હાર્દિકે મોરડિયા વિશે લખ્યું છે કે, સિંહ છે ભાવનગરનો આ છોરો.
કેયૂર મોરડિયાને આ વિરોધ દરમિયાન પોલીસ તથા બહારનાં તત્વોએ માર માર્યો હતો. તેને હાલમાં સારવાર અમદાવાદની લક્ષ્મી હોસ્પિટલમાં ખસેડાયો છે. હાર્દિકે અપીલ કરી છે કે ભાવનગરના ઈજાગ્રસ્ત પાટીદાર ભાઈને અમદાવાદ લવાયા છે. બનતા તમામ પ્રયાસો કરવા વિનંતી.