DCP ઉષા રાડાએ સાદાઈથી કર્યાં લગ્ન, કોઈ નેતા- પોલીસ અધિકારીને નિમંત્રણ નહીં, જુઓ જાજરમાન ઉષાની લગ્ન સમયની તસવીરો
અમદાવાદ: ફેસબુકના માધ્યમથી જેમનમી લવ સ્ટોરી શરૂ થઈ હતી તે અમદાવાદના ઝોન-2 માં ડીસીપી તરીકે ફરજ બજાવી રહેલાં ઉષા રાડા પોતાના ફેસબુક ફ્રેન્ડ નરેશ કાળુભાઈ દેસાઈ સાથે સોમવારે લગ્નગ્રંથીથી જોડાયાં હતાં. આ લગ્નમાં ઉષા રાડાની દીકરી નુપુર પણ હાજર રહી હતી. નુપુર અમેરિકાથી અમદાવાદ આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉષા રાડા અને નરેશ દેસાઈએ પરિવારના ગણતરીના સભ્યોની હાજરીમાં કોર્ટમાં લગ્ન કર્યા છે. કોર્ટ મેરેજ બાદ પરિવારના સભ્યો માટે નાનો સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો હતો. આ સમારોહમાં બંનેના પરિવારના સભ્યો અને કુટુંબના ગણતરીના સભ્યોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઉષા અને નરેશભાઈ ફેસબુક દ્વારા પરિચયમાં આવ્યા હતા, ફેસબુક ઉપર ચેટિંગ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઇ હતી. ત્યારબાદ તેમણે એક બીજાના વોટ્સએપ નંબરની આપ લે કરીને વોટ્સએપ દ્વારા ચેટિંગ અને વાતો કરતાં હતાં. ચેટિંગ દરમિયાન નરેશભાઇ દ્વારા લગ્નનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યા ઉષા રાડાએ સંમતિ દર્શાવી હતી.
ઉષા રાડા મૂળ જામ જોધપુરના સોરઠિયા રબારી સમાજના છે, તેમનાં માતા શિક્ષિકા અને પિતા સરકારી અધિકારી હતા. ઉષા રાડાએ પીટીસી અને પત્રકારત્વમાં માસ્ટર્સ ડિગ્રી મેળવ્યા બાદ નોકરી કરવી હતી પણ પરિવારના આગ્રહથી જીપીએસસીની પરીક્ષા આપી અને પાસ થતાં પોલીસ ફોર્સની પસંદગી કરી.
ઉષા રાડા ઉચ્ચ પોલીસ અધિકારી છે પણ કોઈ ટોચના રાજકારણી કે પોલીસ અધિકારીને લગ્નમાં આમંત્રણ નહોતું અપાયું. માત્ર ગણતરીના નજીકના સંબંધીઓની હાજરીમાં આ લગ્ન થયાં હતાં. નરેશ દેસાઈ 15 વર્ષથી લંડનમાં જ રહે છે અને હીથ્રો એરપોર્ટ ઉપર નોકરી કરે છે. નરેશભાઇ અને ઉષા રાડા અગાઉ ક્યારેય રૂબરૂ મળ્યાં ન હતાં.
ઉષા રાડાએ વડોદરામાંથી જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે. એક કડક ઓફિસરની છાપ ધરાવતાં ઉષા રાજાએ વેશ્યાવૃત્તિમાં સપડાયેલી બહેનોને છોડાવવા ભારે મહનેત કરી છે. કૂટણખાના અને અન્ય અત્યાચારોમાંથી અસંખ્ય મહિલાઓને છોડાવીને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવ્યાં છે.
અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં એસીપી તરીકે ફરજ બજાવી ચૂકેલા ઉષા રાડાએ 2008ના સિરિયલ બ્લાસ્ટની મહત્વની તપાસ કરી હતી. હાલ અમદાવાદ ઝોન-2 ડીસીપી તરીકે ફરજ બચાવતા ઉષા રાડા કલોલ ડીવાયએસપી અને મહીસાગરમાં ડીએસપી તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -