શિક્ષણમંત્રી ચુડાસમાના મતવિસ્તારમાં જ ચાલતી ખાનગી યુનિવર્સિટીમાં ડિગ્રી કૌભાંડથી 488 વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ, જાણો વિગત
ખાનગી યુનિવર્સિટી બિલ-2009 હેઠળ વિધાનસભામાં રાય યુનિવર્સિટીને માન્યતા આપી છે. જે તે વખતે ભાજપ સરકારમાં રમણલાલ વોરા રાજ્યના શિક્ષણમંત્રી હતા. જો યુનિવર્સિટીમાં ચાલતા કોર્સની માન્યતા જ નથી તો યુનિવર્સિટીને માન્યતા કેવી રીતે મળી એ એક પ્રશ્નાર્થ છે. આ ડિગ્રી કૌભાંડ પહેલા 2016માં અમદાવાદના જાગૃત નાગરિક તરીકે હાર્દિક નાગરે RTI હેઠળ ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રિકલ્ચર રિર્સચને પણ બીએસસી એગ્રિકલ્ચરની ડિગ્રી વિશે પ્રશ્નાર્થ કર્યો હતો. પરંતુ આ ડિગ્રીને લઇ હાલના શિક્ષણમંત્રી સહિત તમામને વિદ્યાર્થીઓના અદ્ધરતાલ રહેલા ભવિષ્યની કોઈ પડી જ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોળકા તાલુકાના સરોડા સ્થિત રાય યુનિવર્સિટીને મંજૂરી છે, પણ યુનિવર્સિટીમાં ચાલતા બીએસસી એગ્રીકલ્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર 488 વિદ્યાર્થીને રાજયની તમામ સરકારી કૃષિ યુનિવર્સિટીમાં એમએસસી એગીકલ્ચરમાં પ્રવેશ માટે અમાન્ય ઠર્યા છે. તેઓને દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી સહિતની સરકારી એગ્રિકલ્ચર યુનિવર્સિટીઓ એવું કહે છે કે આપ અમારી એન્ટ્રન્સ એક્ઝામ આપી નહીં શકો. આપનો કોર્સ જ માન્ય નથી.
આથી રાય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શિક્ષણમંત્રીને રજુઆત કરી હતી પરંતુ ભૂપેન્દ્રસિંહ એવું કહે છે કે મને કંઇ ખબર નથી. જેને લઇ વિવાદ સર્જાયો છે. આ વિવાદને લઇ થયેલા ડિગ્રી કૌભાંડના વિરોધમાં વિદ્યાર્થીઓએ નેશનલ હાઇવે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓ તો એવું કહે છે કે જો ભૂપેન્દ્રસિંહ આનો ઉકેલ નહીં લાવે તો અમે કોર્ટમાં પણ જઈશું.
અમદાવાદઃ ‘શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહના મતવિસ્તાર ધોળકા તાલુકામાં આવેલી ખાનગી રાય યુનિવર્સિટીમાં ડિગ્રી કૌભાંડ સામે આવ્યું છે. રાય યુનિવર્સિટીમાં ચાલતા Bsc એગ્રિકલ્ચરના કોર્સમાં માન્યતા જ નથી એવું સરાકરી યુનિ. કહે છે. આ વિવાદને લઇ 488 વિદ્યાર્થીઓના ભવિષ્ય અદ્ધરતાલ થઇ ગયા છે. આ પહેલા પણ રાય યુનિવર્સિટી ડિગ્રી અને માન્યતાની બાબતમાં વિવાદમાં આવી ચુકી છે.
આ મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પૂછતાં તેમણે કહ્યું હતું કે, પહેલી વખત વિદ્યાર્થીઓએ મને રજૂઆત કરી છે, મને તો પહેલી વખત ખબર પડી કે રાય યુનિવર્સિટીમાં બીએસસી એગ્રિકલ્ચર વિભાગને માન્યતા જ નથી. વિરોધને પગલે રાય યુનિ.ના ડાયરેક્ટર વીરેન્દ્ર નાગોરી સહિતના સત્તાધિશોએ બુધવારે સમાધાન માટે વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા, પરંતુ હાઈકોર્ટમાં કેસ ચાલતો હોવાનું કહી સત્તાધીશોએ હાથ અધ્ધર કરી શિક્ષણમંત્રીને રજૂઆત કરવાનું સૂચન કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -