નીતિન પટેલ ભાજપ છોડવાના હોવાની ચર્ચા વચ્ચે બાપુના જૂથના કયા કયા MLAsની બંધબારણે બેઠક યોજાઈ! જાણો વિગત
શુક્રવારે સાંજે ગાંધીનગર ખાતે મળેલી આ બેઠકમાં કયા મુદ્દે બેઠક હતી તે અંગેનો કોઈ એજન્ડા હજુ સુધી જાણવા મળી શક્યો નથી. જોકે વાઘેલા જૂથના સભ્યોની આ બેઠક મળતાની સાથે ગુજરાતના રાજકારણમાં ફરીથી સળવળાટ થતાં ગરમાવો આવી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બેઠકમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, સી.કે.રાઉલજી, રામસિંહ પરમાર, રાધવજી પટેલ, અમિત ચૌધરી, માનસિંહ ચૌહાણ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં તેવા સમાચાર વહેતા થયા હતાં.
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા જૂથના સભ્યોની ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બંધબારણે એક બેઠક મળી હતી તેવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.
હવે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે શંકરસિંહ વાઘેલા જૂથમાં ફરી સળવળાટ થતો જોવા મળ્યો છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
ગુજરાતમાં ઓગસ્ટ 2017માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ સાથે છેડો ભાડીને શંકરસિંહ વાઘેલા જુદા પડ્યા હતાં. તેમની સાથે અન્ય 14 જેટલા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતાં.
ગાંધીનગર: ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ભાજપ સાથે છેડો ફાડવાના હોવાની ચર્ચા વચ્ચે ગાંધીનગર ખાતે શંકરસિંહ વાઘેલા જૂથના સભ્યોની બંધબારણે બેઠક મળી હતી. આ બેઠકના કારણે ગુજરાતના રાજકારમાં ફરી ગરમાવો જોવા મળ્યો છે. આવું છેલ્લા એક-બે દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જોકે આ અંગે શંકરસિંહ વાઘેલા જૂથના સભ્યો તરફથી કોઈ પણ પ્રકારની પૃષ્ટિ કરવામાં આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -