અમદાવાદ સહિત ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ પડ્યો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબરકાંઠા જિલ્લાના આંકડાની વાત કરીએ તો હિંમતનગરમાં 69 મીમી, વિજયનગરમાં 47 મીમી જેટલો વરસાદ ખાબક્યો હતો.
અરવલ્લી જિલ્લાના આંકડાની વાત કરીએ તો મોડાસામાં 73 મીમી, મેઘરજમાં 74 મીમી અને માલપુરમાં 63 મીમી વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતમાં અચાનક પલટાયેલા હવામાનને કારણે પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, વડોદરા, તાપી જિલ્લામાં વરસાદ આવ્યો હતો. દાહોદ અને છોટા ઉદ્દેપુરમાં તો 2-2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમુક જગ્યા 1-1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
આખો દિવસ વાદળછાયા વાતાવરણ અને ભારે ઊકળાટ બાદ મોડી સાંજે અમદાવાદ સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. ભારે ગાજવીજ અને પવન સાથે આવેલા અચાનક વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે પાણી પણ ભરાઈ ગયા હતા. રવિવારે ભારે વરસાદની આગાહી હોવાથી ગણેશ વિસર્જનમાં વિઘ્ન આવે તેવી શક્યતા છે.
અમદાવાદ: વરસાદે લાંબા સમયથી વિરામ લીધા બાદ શનિવારે ગુજરાતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શનિવાર સાંજે વાવાઝોડા સાથે વરસાદ મનમૂકીને વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. દાહોદમાં 2 ઇંચ, ઉત્તર ગુજરાતના અંબાજી, વડનગર, અરવલ્લી જિલ્લામાં, અમદાવાદ શહેર જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -