કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા કરમસી પટેલના પુત્રનું પરાક્રમ, કર્મચારીને ઉકળતા તેલમાં નંખાવ્યો હાથ, કેમ કર્યું આવું ?
સાણંદ: સાણંદના પૂર્વ ધારાસભ્ય કમશીભાઇ પટેલના પુત્રના હાંસલપુર ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપમાંથી રૂ. 6 લાખની ચોરી થતાં પેટ્રોલપંપના 12 કર્મચારીઓએ પોતાની નિર્દોષતા સાબિત કરવા અંધશ્રદ્ધાનો આશરો લઇ ઉકળતા તેલમાં હાથ નાંખ્યા હતા. જોકે આ પૈકીના ત્રણને આરોપી દર્શાવતી ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉકળતા તેલમાં હાથ બોળવાની ઘટનાનો વીડિયો પણ ફરતો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરમગામ રૂરલના પીએસઆઈએ જણાવ્યું હતું કે, 7 નવેમ્બરે પેટ્રોલપંપ ઉપર ચોરીની જ ફરિયાદ દાખલ થઈ છે. પેટ્રોલપંપના કર્મચારીઓ દ્વારા સતના પારખાં આપ્યાં હોવાની કોઈ ફરિયાદ કે માહિતી અમારી પાસે આવેલ નથી અને આવો કોઈ બનાવ અમારી હદમાં બન્યો નથી.
પેટ્રોલપંપના માલિક કનુભાઈએ જણાવ્યું હતું કે પેટ્રોલપંપમાં ચોરી થઈ છે તે બાબત સાચી છે અને પેટ્રોલપંપના કર્મચારીઓ જ એકબીજાનો શક દૂર કરવા માટે તેમની જાતે જ જાંબુથડ ગામે જઇ સતાનાં પારખાં કર્યા છે, આ બાબત સાંજ સુધી હું કંઈ જાણતો ન હતો, અને હું અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતો નથી અને આ બાબતથી હું અજાણ છું.
સતનાં પારખાનાં નામે ઉકળતા તેલમાં હાથ નાખનારા પેટ્રોલપંપના કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમે બધા સ્વૈચ્છિક રીતે જ જાંબુથરા ગામે ગયા હતા. ઉકળતા તેલમાં હાથ નાખવા છતાં અમે સાચા હોઈ અમને કાંઈ થયું નથી.
ગઇ તા. 30મી ઓક્ટોબરની મધ્યરાત્રી બાદ પેટ્રોલપંપની પાસવર્ડવાળી તિજોરી માંથી રૂ. 11,86,640 માંથી રૂ. 6 લાખની ચોરી થઇ ગઇ હતી. તિજોરી તૂટી નહીં હોવાથી કોઇ જાણ ભેદુએ જ પાસવર્ડ વડે તિજોરી ખોલી હોવાનું બહાર આવ્યું હતું આથી શંકાની સોય પેટ્રોલપંપના કર્મચારીઓ તરફ જ તકાઇ હતી. આથી કર્મચારીઓ સતનાં પારખાં કરવાનું નક્કી કરીને પાસેનાં જાંબુથડ ગામે આવેલા મેલડીમાતાના મંદિરે ગયા હતા. ત્યાં ત્રણ કડાઇમાં તેલ ઉકાળાયું હતું. એક પછી એકને સોગંદ લઇ ઉકળતા તેલમાં હાથ બોળવાનું કહેવાયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -