વરસાદની આગાહી મામલે અમદાવાદ કલેક્ટર અને હવામાન વિભાગ સામ-સામે? જાણો કોણે શું કહ્યું?
અમદાવાદ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે 18 તારીખે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના માટે અમદાવાદ કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ સાવચેતી રાખવા માટે ચેતવણી પણ આપી છે. સાવચેતી આપ્યા બાદ હવામાન વિભાગ અને અમદાવાદ કલેક્ટર સામ-સામે આવી ગયા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડે અને હવામાન વિભાગ સામ-સામે આવી ગયા છે. હવે જોવાનું એ રહ્યું છે કે સાચું કોણ પડશે. 18 તારીખે ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદના કલેક્ટરે આગામી 24 કલાકમાં ભારે વરસાદની તેમજ હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. પરંતુ, ઓરિસ્સા તરફથી આવતી લો-પ્રેશરની સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતા નબળી પડી જવાની શક્યતા હોવાથી અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા ન હોવાની આગાહી વિશેષજ્ઞે કરી છે.
અમદાવાદ કલેક્ટર દ્વારા અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં સક્રિય થનારૂ લો-પ્રેશર દેશનાં ઉત્તરીય ભાગ તરફ ફંટાવાની શક્યતા હોવાથી અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા ઓછી જોવા મળી રહી છે. જોકે 18 જુલાઈએ અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હોઈ શહેરીજનો અને ગ્રામ્યજનોને સાવચેતી રાખવા જણાવવામાં આવે છે. અમદાવાદ કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ નંબર પણ જાહેર કર્યા હતાં જેમાં ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નં. 079-27560511 અને AMC કંટ્રોલ રૂમ નં. 26582520 અને 25682530 સંપર્ક કરવો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -