બજેટ 2017-18: ગુજરાતના કયા 6 મોટા શહેરોને બજેટમાં શું મળ્યું? જાણો વિગત
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ હાલ બજેટ રજૂ કરી રહ્યા છે. નીતિન પટેલ હાલ બજેટ વાંચી રહ્યા છે. રૂપાણી સરકારનું આ પહેલું બજેટ છે. આ વખતના બજેટમાં ગુજરાતના 6 શહેરો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે જેની પર એક નજર કરીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢ શહેરમાં જોશીપુરા રેલવે ક્રોસિંગ ખાતે રેલવે ઓવરબ્રિજ માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નરસિંહ મહેતા તળાવ ખાતે એસ.ટી.પીના કામ માટે 7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
જામનગર શહેરમાં નવા સમાવિષ્ટ થયેલ વિસ્તારો માટે પાણીની પાઈપલાઈન માટે 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફ જતા રસ્તા ઉપર ફ્લાય ઓવર માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ભાવનગર શહેરમાં નારી સર્કલ ફ્લાય ઓવર અને રોડ બનાવવા માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પશ્વિમ ભાવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના માટે 8 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કુંભારવાડા જવાહર કોલોની પાસે રેલવે અંડરબ્રિજ માટે 7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં હોસ્પિટલ ચોક ફ્લાય ઓવરબ્રિજ માટે 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાંદરડા લાલપરી લેક ડેવલપમેન્ટ માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રૈયા રોડ રેલવે અંડરપાસ માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં સુએન જંક્શન ઉપર નવીન ફ્લાય ઓવર બ્રિજની જોગવાઈ કરવામાં આવી છે જેના માટે 36 કરોડ ફાળવવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદી પર આવેલ હયાત કાલાઘોડા બ્રિજ પહોળો કરવા માટે 12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વોક ઈન એવીયરી (પક્ષી સંગ્રહ સ્થાન) બનાવવા માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સુરત શહેરમાં સહારા દરવાજાથી કરણીમાતા ચોક સુધી ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવશે જેના માટે 80 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉધનાથી સિદ્ધાર્થનગર રેલવે ઓવરબ્રિજ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તાપી નદી ઉપર વેડ અને વરિયાવને જોડતા પુલ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -