મારો પતિ નામર્દ છે એટલે સસરા-દિયર તેમની સાથે સેક્સ માણવાનું કહેતા કે જેથી વંશ આગળ વધે
પીડિતાએ જણાવ્યું હતું કે, આ બધામાં મારી સાસુ પણ સામેલ છે. તે મને કિન્નર કહે છે. છેલ્લા ચાર વર્ષથી મારા સસરા અને દિયર તેની સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા. હું આ બધુ સહન કરતી હતી કારણ કે તેમણે મને મારી માતાને મારી નાખવાની ધમકી આપી હતી. એટલુ જ નહી મારો પતિ હું ના માનું તો સુસાઇડ કરવાની ધમકી પણ આપતો હતો. હાલ સમગ્ર મામલે પુત્રવધુએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ અમદાવાદના સરદાનગરમાં એક યુવતીએ સસરા પર બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તેના સસરાએ તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ આ મામલે પોલીસમાં સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મળતી વિગતો અનુસાર, સરદારનગરમાં એક પુત્રવધુએ સસરા પર રેપનો પ્રયાસ કર્યો હતો. પુત્રવધુએ આરોપ લગાવ્યો હતો કે લગ્નના ચાર વર્ષ થયા છતાં અમારે સંતાન થયું નહોતું. જેથી મારા સાસરીયાવાળા સંતાન માટે દબાણ કરતા હતા. મારો પતિ નામર્દ છે જેથી સસરા-દિયર તેમની સાથે સેક્સ માણવાનું કહેતા કે જેથી વંશ આગળ વધે.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે આજે મારા સસરા-દિયર અને પાડોશી મારી રૂમમાં ઘૂસી આવ્યા હતા અને મારા હાથ-પગ પકડીને મારી સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. મારા વાળ પણ કાપી નાખ્યા હતા. મારી આંગળીઓ પણ કાપી નાખી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -