અમદાવાદઃ FB ફ્રેન્ડને સરપ્રાઇઝ ગિફ્ટના બહાને બોલાવી અંકિતે બાંધ્યા સેક્સ સંબંધો
જોકે, ખૂશ્બુએ લગ્ન પછી સેક્સ સંબંધ બાંધવાનું જણાવ્યું હતું. પરંતુ લગ્ન કરવાનું નક્કી જ છે, તેમ કહી તેને સમજાવીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ પછી અંકિતે લગ્ન માટે કહેતા તે આ વાત ટાળતો હતો અને તેને દુબઇ લઈ જવાના સપના બતાવતો હતો. દરમિયાન ખૂશ્બુને ખબર પડી હતી કે, અંકિતે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા જ નથી. આ વાતની ખાતરી થતાં ખૂશ્બુ નારણપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને અંકિત પરીખ સામે બળાત્કાર, વિશ્વાસધાત તથા એટ્રોસિટીનો ગુનો દાખલ કરાવતા તેની ધરપકડ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની મળતી વિગતો પ્રમાણે શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી ખૂશ્બુ(નામ બદલ્યું છે)ને અમદાવાદના શેરબ્રોકર અંકિત પરીખની ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. જે એક્સેપ્ટ કર્યા પછી તેમની વચ્ચે ચેટિંગ શરૂ થયું હતું. દરમિયાન અંકિતે ખૂશ્બુને જણાવ્યું હતું કે, તેના લગ્ન થયા હતા, પરંતુ તેના છૂટાછેડા થઈ ગયા છે. ચેટિંગ સમયે તે પત્ની શ્વેતા સાથે થયેલા ઝઘડાની વાત કરતો હતો.
ખૂશ્બુએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધા પછી એક દિવસ અંકિત તેને સરપ્રાઇજ ગિફ્ટ આપવાનું કહીને નારણપુરાના એક મકાનમાં ળઈ આવ્યો હતો. ત્યાં તેણે ખૂશ્બુને મોબાઇલ ગિફ્ટમાં આપ્યો હતો અને પછી છૂટછાટ લેવાનો અને સેક્સ સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો.
આજથી લગભગ દોઢેક વર્ષ પહેલા ખૂશ્બુને નહેરુનગર બોલાવી હતી. ખૂશ્બુ નહેરુનગર આવતાં અંકિત તેને કારમાં બેસાડીને એસ.જી. હાઈવે લગઈ ગયો હતો. જ્યાં તેણે ખૂશ્બુને છૂટાછેડાનો પત્ર બતાવ્યો હતો. આ પછી અંકિતે ખૂશ્બુને ફોન કર્યો હતો અને ખૂશ્બુને લગ્નની ઓફર કરી હતી. જેથી ખૂશ્બુએ પરિવારની સહમતિ પછી અંકિતને લગ્ન કરવાની હા પાડી હતી.
અમદાવાદઃ ફેસબૂક ફ્રેન્ડે પહેલાં લગ્નનું વચન અને પછી યુવતીને સરપ્રાઇઝ આપવાના બહાને બોલાવીને તેની સાથે સેક્સ સંબંધ બાંધ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે યુવતીએ ફેસબૂક ફ્રેન્ડ અંકિત પરીખ સામે ફરિયાદ કરતાં સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે. અમદાવાદના શેરબ્રોકરે પોતાના છૂટાછેડા થઈ ગયા હોવાનું કહીને યુવતીને લગ્નની ઓફર આપી હતી અને આ પછી તેને બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, યુવકે છૂટાછેડા ન લીધા હોવાનું ધ્યાનમાં આવતાં યુવતી પોલીસ સ્ટેશને પહોંચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -