કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ક્યા 5 ધારાસભ્યો લટકી ગયા ? ભાજપ નહીં આપે તેમને ટિકીટ, જાણો વિગત
જસદણમાં ભૂતપૂર્વ કોંગ્રેસી ભોળાભાઈ ગોહિલ સામે જોરદાર વિરોધ છે તેથી તેમને પણ ટિકિટ નહીં મળે. ગોહિલે બીજી બેઠકની ટિકિટ માગી છે પણ ભાજપ એ માટે પણ તૈયાર નથી.
વાંસદામાં ભૂતપૂર્વ કોંગ્રેસી છનાભાઈ ચૌધરી સામે ભાજપમાં આક્રોશ છે તેથી તેમને પણ ટિકિટ નહીં મળે. વાંસદા કોંગ્રેસનો ગઢ હોવાથી ત્યાં ભાજપની હાલત વધારે ખરાબ થઈ છે.
અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પસંદગી કરવી ભાજપ માટે મુશ્કેલીભર્યો પ્રશ્ન બન્યો છે. આયાતી ઉમેદવારો અને કોંગ્રેસના બળવાખોરોને પસંદ કરવા સામે ભાજપમાં ભડકો થયો છે ત્યારે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા 13 પૈકી 5 ધારાસભ્યોનાં પત્તાં કાપવાનું નક્કી કરતાં આ 5 ભૂતપૂર્વ ધારાસભ્યો લટકી ગયા છે.
આ ધારાસભ્યો પૈકી બળવંતસિંહ રાજપૂતને જીઆઈડીસીનું ચેરમેનપદ આપીને મનાવી લેવાયા છે. તેના પગલે રાજપૂતે સિધ્ધપુર બેઠક પરથી ફરી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે પણ કોંગ્રેસની સત્તા આવશે તો રાજપૂત નવરા થઈ જશે એ નક્કી છે.
સાણંદમાં ભૂતપૂર્વ કોંગ્રેસી કરમશી પટેલ સામે જોરદાર વિરોધ છે તેથી તેમને પણ ટિકિટ નહીં મળે. કરમશીએ પોતાના પુત્ર માટે ટિકિટ માગી છે પણ ભાજપ એ માટે પણ તૈયાર નથી.
વિજાપુરમાં ભૂતપૂર્વ કોંગ્રેસી પ્રહલાદભાઈ ઉર્ફે પી.આઈ. પટેલ સામે જોરદાર વિરોધ છે તેથી તેમને પણ ટિકિટ નહીં મળે.