અમદાવાદ: ઘરમાં બહેને પ્રેમી સાથે લગ્ન કરવાની કરી વાત અને પછી થઈ જોવા જેવું?
ઈજાગ્રસ્ત કરણને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેણે શહેરકોટડા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાના મૂળમાં જવાનો પણ પોલીસ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચારેયે કશું પણ બોલ્યા વગર કરણ સાથે મારામારી શરૂ કરી દીધી હતી. દરમિયાનમાં અરવિંદ અને નવતરે લોખંડની પાઈપ વડે કરણ ઉપર હુમલો કર્યો હતો. જો કે કરણે મદદ માટે બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ જતાં ચારેય ભાગી ગયા હતા. મારામારી દરમિયાન કરણનો મોબાઈલ ફોન પડી ગયો હતો.
અમદાવાદ: કોલેજિયન યુવતીએ પ્રેમી સાથે લગ્ન કરવાની વાત કરતાં ઉશ્કેરાયેલા તેનો ભાઇ 3 મિત્રોને લઇને બહેનના પ્રેમીના ઘરે પહોંચ્યો હતો. જો કે બહેનનો પ્રેમી ઘર નીચે પાર્લર બહાર મળી આવતા ચારેયે તેને ગડદાપાટુનો માર મારવા ઉપરાંત લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેણે શહેરકોટડા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મીનાક્ષીએ 2 દિવસ પહેલા તેના ઘરમાં તેના અને કરણના પ્રેમ પ્રકરણની વાત કરીને બંને લગ્ન કરવા માંગતા હોવાની વાત કરી હતી. મીનાક્ષીની વાત સાંભળીને તેનો ભાઇ અરવિંદ ગુસ્સે ભરાયો હતો. દરમિયાનમાં રવિવારે રાતે 9.30 વાગ્યે કરણ તેના એપાર્ટમેન્ટની નીચે આવેલા વરદાયિની પાર્લર આગળ બાઈક પાર્ક કરીને બેઠો હતો. ત્યારે અરવિંદ તેના 3 મિત્ર નવરતન, હિતેશ અને સની સાથે ત્યાં આવ્યો હતો.
સૈજપુર જીડી હાઈસ્કૂલ પાસેના લાભ એપાર્ટમેન્ટમાં રહેતો કરણ ગણપતભાઇ વણકર(22) ભવન્સ કોલેજમાં ટીવાયબીએમાં અભ્યાસ કરે છે. મેમ્કોમાં રહેતી મીનાક્ષી(નામ બદલેલ છે) કરણની કોલેજમાં અભ્યાસ કરતી હોવાથી બંને વચ્ચે 2 વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -