ખેડાઃ યુવકને પત્નીની ફ્રેન્ડ સાથે બંધાયા સેક્સ સંબંધ, પત્નીને જાણ થતાં શું થયું?
જોકે, છ એક મહિના પહેલા સમાધાન કરી પરત લાવ્યાં હતાં. આમ છતાં બન્ને વચ્ચે અણબનાવ ચાલુ રહ્યો હતો. જેમાં પ્રવિણે મધુબહેનને ગળા પર અને પેટમાં કોઇ તિક્ષ્ણ હથિયારના ઘા કરી હત્યા કરી લાશને નદીના પાણીમાં ફેંકી દીધી હતી. અંગે રાજેશભાઈ ચૌહાણની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના બાદ ફરાર થઇ ગયો છે. જેની શોધખોળ ચાલુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેમદાવાદના ભરકુંડા ગામના માઢ વિસ્તારમાં રહેતા પ્રવિણ શીભા ડાભીના લગ્ન વાંઢવાળી ગામના મધુબેન સાથે થયા હતાં. બન્નેનું દામ્પત્યજીવન સુખમય રીતે ચાલતું હતું. પતિ પત્ની આનંદ ઉલ્લાસથી દિવસો પસાર થતાં હતાં. તે દરમિયાન મધુના ત્યાં રોજબરોજ આવતી ભરકુંડાની પડોશમાં પરણાવેલ ઈલા સાથે પ્રવિણની આંખો મળી ગઈ હતી. આને પગલે બન્ને છૂપી રીજે રોજબરોજ રંગરેલીયા મનાવતાં હતાં. જેની મધુને જાણ થતાં તેણીએ પતિને આ બાબતે ઠપકો આપ્યો હતો.
અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન. પટણીએ જણાવ્યું હતું કે, પ્રવિણભાઈ ડાભીના લગ્ન પંદરેક વર્ષ પહેલાં મધુબહેન સાથે થયાં હતાં. લગ્ન બાદ તેમને બે સંતાનો પણ થયાં હતાં. પરંતુ છ એક વર્ષ પહેલા પ્રવિણ ડાભી પરસ્ત્રીના પ્રેમમાં પડ્યો હતો. બાબતને લઇને પતિ -પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં મધુબહેન પિયર જતાં રહ્યાં હતાં.
બનાવ હત્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. આથી, પોલીસે મહિલાની ઓળખ માટે તપાસ કરતાં તે પ્રવિણભાઈ શીભાભાઈ ડાભી (રહે.ભરકુંડા, માઢ વિસ્તાર, તા. કઠલાલ)ના પત્ની મધુબહેન (ઉ.વ.34) હોવાનું બહાર આવ્યું હતું.
મહેમદાવાદના કોઠીપુરા સીમમાં વાત્રક નદીના કિનારે શનિવારના રોજ મહિલાની લાશ મળી હતી. જેના પગલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન. પટણી સહિતની ટીમ સ્થળ પર પહોંચી લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. પ્રાથમિક તપાસમાં મહિલાના ગળા અને પેટમાં તિક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યાં હતાં.
ખેડા: મહેમદાવાદ તાલુકાના કોઠીપુરા સીમમાં વાત્રક નદીના કિનારે મળેલી મહિલાની લાશના પોસ્ટ મોર્ટમમાં તેના ગળા અને પેટમાં છરીના ઘા ઝીંકી હત્યા કરાઇ હોવાનું ખુલ્યું હતું. સંદર્ભે પોલીસે તપાસ કરતાં મહિલાના પતિએ પરસ્ત્રીના પ્રેમમાં પાગલ બની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જે સંદર્ભે પોલીસે પતિ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -