અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે ધાબા પર દારૂની મહેફિલ ચાલતી ને પોલીસ ત્રાટકી પછી શું થયું? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે કેટલા યુવક-યુવતીઓએ દારૂનું સેવન કર્યું છે તે માટે બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કર્યો હતો.
પોલીસને બાતમી મળી હતી કે અહીં કેટલાક યુવક-યુવતિઓ દારૂની મહેફીલ માણી રહ્યાં છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. ધાબા પરથી પોલીસે દારૂ પીધેલા તમામ લોકોની અકાયત કરી હતી. જેમાં યુવતિઓનો પણ સમાવેશ છયો હતો. આ મહેફિલ ગુરપ્રિત સિંહ અને મણીભાઈ દ્વારા રાખવામાં આવી હતી.
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ગુરૂકુલ એપાર્ટમેન્ટનાં ધાબા પર દારૂની મહેફિલ ચાલી રહી હતી તેની માહિતી કોઈ આસપાસના વ્યક્તિએ પોલીસે આપી હતી જેના આધારે પોલીસે ધાબા પર રેડ પાડી હતી અને બે યુવતીઓ સહિત પાંચ લોકોની અટકાયત કરી હતી.
અમદાવાદ: ઉત્તરાયણમાં દારૂની મહેફીલ જમાવતા નબીરાઓ પર પોલીસે સપાટો બોલાવ્યો હતો. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ગુરૂકુલ એપાર્ટમેન્ટનાં ધાબા પર દારૂની મહેફિલ ચાલતી હતી ત્યાં પોલીસે દરોડા પાડીને 2 યુવતીઓ સહિત 5 લોકોની અટકાયત કરી હતી. પોલીસ રેડ પાડી ત્યારે આસપાસના લોકો જોવા માટે ટોળાં વળ્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -