હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ સાથે ઉડાવ્યો પતંગ, કહ્યું, - આગામી ચૂંટણીમાં ભાજપનો પતંગ કાપીશું
હાર્દિકે જણાવ્યુ કે, 'અમે ખેડૂતોની વિરુદ્ધ હોય તેનો પતંગ કાપવા માટે તૈયાર છીએ. અમારો જે માંઝો છે એ બેરોજગારી, ભ્રષ્ટાચાર અને મોંઘવારીને કાપવા માટે છે. અમે કોઈના વિરુદ્ધમાં નથી પરંતુ સત્તાના વિરોધી એ માટે છીએ કારણ કે તેમણે લોકોને મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત દેશમાં સવર્ણ અનામતનો અમલ કરનારું પ્રથમ રાજ્ય બન્યું હોવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં હાર્દિકે કહ્યુ કે, 'બધા કામમાં ગુજરાત પહેલું જ હોય છે, ભ્રષ્ટાચારમાં પણ પહેલું, એન્કાઉન્ટર કરવામાં પહેલું, રાજદ્રોહ લગાવવામાં પહેલું, ઈબીસી લગાવવામાં પણ પહેલું હોય છે. હાલ આ મુદ્દે સુપ્રીમમાં પડતર હોવાથી સુપ્રીમનો ચુકાદો હકારાત્મક આવશે તો અમે સરકારના નિર્ણયનું સ્વાગત કરીશું.
વડગામથી અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી, તેમજ 2019ની લોકસભાની ચૂંટણીમાં 'સાહેબ'નો પતંગ કપાશે તેમ જણાવ્યું હતું. સાથે જ મેવાણીએ એમ પણ કહ્યું હતું કે હાલ ગુજરાતમાં અમારો પતંગ સારો ચગી રહ્યો છે, દિલ્હીમાં પણ ચગશે કે નહીં એ સમય જ બતાવશે.
અમદાવાદ: પાટીદાર નેતા હાર્દિક પટેલે અમદવાદમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ઘરે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. અહીં હાર્દિક અને જિગ્નેશે પતંગ ચગાવી હતી. સાથે જ મીડિયા સાથેની વાતચીત કરતા બંને યુવા નેતાઓએ સવર્ણોને આપવામાં આવેલા 10 ટકા અનામતથી લઈને આગામી ચૂંટણીને લઈને ભાજપનો પતંગ કાપવાની વાત પણ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -