✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજે ગાંધીનગરમાં ફિક્સ પગારદારોની જનઆક્રોશ સંમેલન, પોલીસ સાથે કેમ થશે સંઘર્ષ, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jan 2017 12:04 PM (IST)
આજે ગાંધીનગરમાં ફિક્સ પગારદારોની જનઆક્રોશ સંમેલન, પોલીસ સાથે કેમ થશે સંઘર્ષ, જાણો
1

આ ઉપરાંત પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે. પોલીસે મોડી રાત સુધી સંમેલન માટે મંજૂરી આપી નહોતી, જેથી રવિવારે સંઘર્ષ થવાની સંભાવના છે.

2

ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને દલિત યુવા આગેવાન જીજ્ઞેશ મેવાણીએ ટેકો આપી સંમેલનમાં જોડાવવા ફિક્સ વેતનધારકોને અપીલ કરી છે. એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો સંમેલનમાં અવરોધ ઉભો કરાશે તો વાયબ્રન્ટ સમિટમાં વિધ્ન ઉભુ કરાશે.

3

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફિક્સ પગારદારોને પેટમાં શું દુખે છે તેવું નિવેદન કરતા ફિક્સ પગારદારો રોષે ભરાયાં છે. છેલ્લા બે વર્ષથી જન અધિકાર મંચ ફિક્સ પગારદારોના શોષણના મુદ્દે લડત લડી રહ્યું છે સંસ્થાના વડા પ્રવિણ રામનું કહેવું છે કે, વાયબ્રન્ટ સમિટ, રણોત્સવ, પતંગોત્સવ જેવા તાયફા પાછળ સરકાર કરોડોનો ધુમાડો કરે છે જયારે ફિક્સ પગારદારોનું સરકાર શોષણ કરી સરકારને પુરતો પગાર આપવામાં પણ વાંધો છે.

4

જેમાં ગુજરાત જન અધિકાર મંચે એવો દાવો કર્યો છે કે, 25 હજાર શોષિતો ઉમટી પડશે. જો કે, જનઆક્રોશ સંમેલનને મોડી સાંજ સુધી પોલીસે પરમિશન આપી નથી પરિણામે રવિવારે પોલીસ અને ફિક્સ પગારદારો વચ્ચે ઘર્ષણના એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલું જ નહીં, જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો વાયબ્રન્ટ સમિટમાં વિધ્ન ઉભુ કરવા પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે જેના પગલે રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે.

5

અમદાવાદ: ગુજરાતના પાંચેક લાખ ફિક્સ પગારદારો હવે ભાજપ સરકાર સાથે બાથ ભિડવાના મૂડમાં છે. રવિવારે ગાંધીનગરમાં ફિક્સ પગારદારો રાજ્ય સરકાર દ્વારા થતા શોષણ સામે લડાઈ લડવા જનઆક્રોશ સંમેલન યોજશે.

  • હોમ
  • અમદાવાદ
  • આજે ગાંધીનગરમાં ફિક્સ પગારદારોની જનઆક્રોશ સંમેલન, પોલીસ સાથે કેમ થશે સંઘર્ષ, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.