માંડવીમાં પાટીદાર મહિલા પર રેપ અને હત્યા કેસમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય, PASSએ આપી શું પ્રતિક્રિયા ?
દરમિયાન પાસની કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણિયાએ સરકારના પગલાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આઇજી કક્ષાએ તપાસ સોંપવાની અમારી માગણી હતી તે સંતોષાઇ જતા માંડવી ખાતે શુક્રવારથી ઉપવાસ પર બેસવાનો કાર્યક્રમ હતો તે હવે મોકૂફ રાખવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરોપીનો લાઇ ડિટેકશન અંગે 31 ડિસેમ્બરે કોર્ટના હુકમ બાદ નિર્ણય લેવામાં આવશે. પીડિતના પુત્ર અલ્પેશભાઇ અને પરિવાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મળ્યા હતા અને ભાજપ પ્રદેશપ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિતના અગ્રણીઓ પણ માંડવી ખાતે ગયા હતા.
એક અહેવાલ અનુસાર, પોલીસ દ્ધારા અત્યાર સુધીમાં એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી ઘટનાસ્થળેથી મળેલા કપડા, વસ્તુઓ અને બાયોલોજિકલ સેમ્પલ સહિત 26 જેટલા સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.
એટલુ જ નહીં આરોપીને સસ્પેક્ટ ડીટેક્શન સિસ્ટમ હેઠળ જૂનાગઢ તપાસ માટે લઇ જવામાં આવશે. ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યુ હતું કે, માંડવીમાં ભાવનાબેન ખેની નામની મહિલા સાથે બનેલી દુ:ખદ ઘટનાની તપાસ ન્યાયિક અને ઝડપી રીતે થાય તે માટે ભાવનગરના રેન્જ આઇજી અમિત વિશ્વકર્માને તપાસ સોંપવામાં આવશે.
સરકારે આ કેસની તપાસ ભાવનગરના રેન્જ આઇજીને સોંપવાની જાહેરાત કરવાની ફરજ પડી હતી. સરકારની જાહેરાત બાદ પાસ દ્વારા ઉપવાસનો કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ દ્ધારા આ કેસમાં રાજયની એફએસએલની પણ મદદ લેવામાં આવશે.
અમદાવાદઃ માંડવી ગામે પાટીદાર મહિલા પર બળાત્કાર અને બાદમાં હત્યાના કેસમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ-પાસ દ્વારા અનિશ્વિત મુદતના ઉપવાસની જાહેરાત કરાયા બાદ આઇજી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આ કેસમાં પોલીસ તમામ આરોપીઓને ઝડપી શકી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -