અલ્પેશ ઠાકોરની સેના વાયબ્રન્ટ સમિટમાં કઈ કંપનીઓ સાથે કરવા દેશે એમઓયુ, જાણો
કલોલ તાલુકાના મોટી ભોયણમાં ઠાકોર સમાજની સભા યોજાઇ હતી. મોટી ભોયણ ગામમાં આવેલી સિમેન્ટ કંપનીમાં ગામના સ્થાનિક યુવાનોને નોકરી આપવાની માગણી કરી હતી. જો તેમ નહીં થાય તો કંપનીના દરવાજા તોડી નાંખવામાં આવશે. તેવી ચીમકી અલ્પેશ ઠાકોરે સભાને સંબોધતા આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબહુચરાજી ખાતે આવેલા મારૂતિ કંપનીના પ્લાન્ટથી અમદાવાદ સુધી રેલી યોજવામાં આવી છે. આ ઉપરાંત સમાજના લોકોને વ્યસનથી દૂર રહેવા અને તેને તિલાંજલિ આપવા અનુરોધ કર્યો હતો. તેમજ યુવાનો ઉચ્ચ શિક્ષિણ મેળવવા પર ભાર મુક્યો હતો. તેમજ વ્યસનથી સમાજની દુર્દશા પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
અમદાવાદ: શહેરના વડસરથી આગળ આવેલા મોટી ભોયણ ગામમાં જંગી મેદીનીને સંબોધન કરતા અલ્પેશ ઠાકોરે લોકોને કહ્યું હતું કે, રાજ્ય સરકાર દર વર્ષે વાઈબ્રન્ટ ગુજરાતના નામે કરોડો રૂપિયાનું આંધણ કરે છે. પરંતુ તેનો લાભ ગુજરાતના બેકાર અને બેરોજગાર યુવાનોને મળ્યો નથી.
અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાતમાં ગુજરાતી યુવાનોને રોજગારી ન આપી શકે તેવા ઉદ્યોગોની જરૂર નથી. અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના યુવાનોને જાગૃત કર્યા હતા કે 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ યોજાનારી બેરોજગારોની રેલીમાં મોટી સંખ્યામાં ઉમટી પડજો.
ઠાકોરે સમાજના યુવાનોને જણાવ્યું હતું કે, તાજેતરમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં 85 ટકા ગુજરાતીઓને રોજગારી આપવાની ખાતરી આપનાર કંપનીઓ સાથે જ એમઓયુ કરવા દઇશું.
સરકાર દ્વારા વારંવાર રજૂઆતો કર્યા પછી પણ તેનો સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવતો નથી. વાઇબ્રન્ટ પાછળ થતો ખર્ચ બેરોજગાર યુવાનોને ચૂકવવામાં આવ્યા હોત તો પણ અનેક પરિવારોનો આર્થિક વિકાસ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -