✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિક્સ્ડ પગારદારો લાલઘૂમઃ 2 ઓક્ટોબરથી ગાંધીનગરમાં આમરણાંત ઉપવાસ, જાણો બીજી શું કરી જાહેરાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Sep 2016 10:25 AM (IST)
1

ગુજરાત હાઈકોર્ટે ફિક્સ પગારની નીતીને બંધારણની વિરૂધ્ધ ગણાવી છે ત્યારે ગુજરાત સરકાર તેનો અમલ કરવાના બદલે તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે તેની પણ ટીકા કરાઈ છે. ગુજરાતમાં હાલમાં 3.50 લાખ જેટલા ફિક્સ્ડ પગારદાર કર્મચારી છે અને તે ભાજપ સામે ખફા છે.

2

સોલંકીએ જાહેરાત કરી છે કે ફિક્સ્ડ પગારદારોને જાગૃત કરવા માટે સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, આણંદ, ભાવનગર, મહેસાણા અને પાટણ મુકામે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તમામ ધારાસભ્યોને બંધારણની નકલ આપી ભૂખ હડતાળમાં જોડાવા નિમંત્રણ અપાશે.

3

અમદાવાદઃ વિજય રૂપાણીએ તેમના ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમમાં રાજ્યના ફિક્સ્ડ પગારદારો અંગે કોઈ જાહેરાત ના કરતાં ફિક્સ્ડ પગારદાર કર્મચારીઓમાં ધૂંધવાટ છે. આ કર્મચારીઓના સંગઠને સરકારની નીતિના વિરોધમાં ગાંધી જ્યંતિ એટલે કે 2 ઓક્ટોબરથી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી છે.

4

કોન્ટ્રાક્ટ એન્ડ ફિક્સ્ડ પગાર સંઘર્ષ સમિતીના પ્રમુખ રજનીકાંત સોલંકીએ કહ્યું છે કે ફિક્સ્ડ પગાર નીતિની નાબૂદી અને ગુજરાતમાં બંધારણના અમલ માટે પોતે 2 ઓક્ટોબરે સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર ખાતે આમરણાંત ઉપવાસનો પ્રારંભ કરશે. આ ઉપવાસમાં મોટી સંખ્યામાં કર્મટારીઓ જોડાશે.

5

મુખ્યમંત્રીના ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમને સોશિયલ મીડિયામાં છવાઈ જવાનો પબ્લિસિટી સ્ટંટ ગણાવીને સોલંકીએ ભાજપના નેતાઓને નેગેટિવ પબ્લિસિટીનો સ્વાદ ચખાડવાની ચીમકી પણ આપી છે. તેમનું સંગઠન સામાન્ય લોકોમાં પણ બંધારણના સન્માન અંગે જાગૃતિ પેદા કરશે.

  • હોમ
  • અમદાવાદ
  • ફિક્સ્ડ પગારદારો લાલઘૂમઃ 2 ઓક્ટોબરથી ગાંધીનગરમાં આમરણાંત ઉપવાસ, જાણો બીજી શું કરી જાહેરાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.