✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ ભાજપના EX MLAના પુત્ર સામે બળાત્કારની ફરિયાદમાં નવો વળાંક, જાણો શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Sep 2016 10:14 AM (IST)
1

યુવતીએ થોડા દિવસો અગાઉ એક સામાજિક કાર્યકર દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં ઉના ન ભાજપના પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડના પુત્ર વિજય રાઠોડ વિરુદ્ધ બળાત્કાર સહીત ગંભીર આરોપો મુક્યા હતા. જે કેસમાં શુક્રવારે એક નવો વળાંક આવ્યો છે. ફરિયાદી યુવતીની વિજય રાઠોડના પરિવારે માફી માંગી લેતા યુવતીએ ફરિયાદ પછી લેવાનો નિર્ણય લીધો છે.

2

નોંધનીય છે કે, ઉનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના પરિણીત પુત્ર વિજય રાઠોડ સામે યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મુળ ઉનાની અને હાલ અમદાવામાં રહેતી યુવતીનો આક્ષેપ કર્યો હતો કે, વિજયે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઉના પોલીસે ફરિયાદ ન લેતા અંતે યુવતીએ ન્યાય મેળવવા અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીએ 50થી વધુ વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેમાં 14 વખત જબરદસ્તીથી દુષ્કર્મ કર્યું હતું. ઘણીવાર તે બળબજરીથી દારૂ પીવડાવી શરીર સંબંધ બાંધતો હતો. આરોપીએ યુવતીને ધમકી આપી હતી કે, તું મારી નહીં તો કોઇની પણ નહીં. જો તું નહીં માને તો આખી દુનિયા સળગાવી દઇશ.

3

બીજી તરફ યુવતીના પ્રેમીએ યુવતીના આરોપીને નકાર્યા હતા અને જે કઈં ધમકીઓ આપવામાં આવી હતી, જેને પગલે ભવિષ્યમાં પણ યુવતીને વિજય રાઠોડ કે પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડ તરફથી કોઈ હેરાનગતિ નહીં કરવામાં આવે એવી બાહેંધરી આપી હતી અને જાહેરમાં માફી માંગી હતી.

4

અમદાવાદ : ઉનાના પૂર્વ ધારાસભ્યના પરિણીત પુત્રએ લગ્નની લાલચ આપીને એક યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે યુવતીએ અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં ગંભીર આરોપો સાથે અરજી કરી હતી, જેમાં નવો વળાંક આવ્યો છે. પૂર્વ MLA સહીત પુત્રએ માફી માંગી લેતા યુવતીએ સમાધાન કરી લીધું છે.

5

ફરિયાદી યુવતીનો આગ્રહ હતો કે વિજય રાઠોડ અને તેના પિતા મીડિયા સમક્ષ જો તેની માફી માંગે તો ફરિયાદ પરત લેશે. એ શરત સાથે વિજય રાઠોડ અને કે. સી. રાઠોડે માફી માંગી હતી ને યુવતીએ પણ માફ કર્યા હતા. સમાધાનની પ્રકિયા માટે યુવતીનું પરિવાર અને પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડે સામસામે બેસી યુવતીના સારા ભવિષ્ય માટે આ નિણર્ય લેવામાં આવ્યો હતો, ત્યારે આ ઘટનામાં સવાલ એ થઇ રહ્યો છે કે આખરે પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કેમ કર્યો? શું પૂર્વ ધારાસભ્યની વગના કારણે યુવતીએ સમાધાન કર્યું છે?

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ ભાજપના EX MLAના પુત્ર સામે બળાત્કારની ફરિયાદમાં નવો વળાંક, જાણો શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.