અમદાવાદઃ વિદેશી યુવતીએ આપઘાત પહેલા બોયફ્રેન્ડને કર્યો મેસેજ, દોરી પકડીને લીધી સેલ્ફી
આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે મુલેયાના પરિવારને જાણ કરતાં તેનો પરિવાર અત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. નોંધનીય છે કે, ગુલૈયા 10-નિલિમા પાર્ક સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી ભાડે રહે છે. ગુલૈયા સ્ટુડન્ટ વિઝા પર ભારત આવી છે અને સેન્ટ ઝેવિયર્સમાં T.Y.B.A માં અભ્યાસ કરે છે. તેને ટીવાયબીએમાં એટીકેટી આવી હોવાનું પણ પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ આફ્રિકાના ઝામ્બિયાથી સ્ટુડન્ટ વિઝા પર ભારત આવેલી અને અમદાવાદમાં રહીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદેશી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ સૂસાઇડ અંગે અનેક ચોંકવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સેન્ટ ઝેવિયર્સમાં T.Y.B.A.માં અભ્યાસ કરતી ઝામ્બિયાની મુલેયા ઝુકા સ્યાકાવુબા(ઉ.વ.20)એ પોતાના પોતાના રૂમમાં દોરી બાંધીને સૂસાઇડ કરી લીધી હતી. આ પહેલા તેણે પોતાના બોયફ્રેન્ડને મેસેજ પણ કર્યો હતો.
મુલેયાએ ગત 23મી ઓક્ટોબરે બપોરના સમયે પોતાના 10-નિલિમા પાર્ક સોસાયટી સ્થિત ભાડાના મકાનમાં સીલીંગ પર આવેલા લોખંડના પાઇપ સાથે નાયલોન દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. આ પહેલા મુલેયાએ પોતાના બોયફ્રેન્ડને મેસજ કર્યો હતો. જોકે, તેણે શું મેસેજ કર્યો હતો, તે જાણી શકાયું નથી. આ પછી મુલેયાએ દોરી પકડીને સેલ્ફી પાડી હતી અને પછી આપઘાત કરી લીધો હતો.
મુલેયાના આપઘાત પછી પોલીસે તેનો મોબાઇલ કબ્જે લઈને તપાસ કરતાં તેણે છેલ્લો મેસેજ પોતાના બોયફ્રેન્ડને કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ચેટમાં બોયફ્રેન્ડે ગુલૈયાને લખ્યું છે કે, તારા શરીરને નુકસાન પહોંચે તેવું કામ ન કરતી, તેમ લખ્યું હતું.
મુલેયાએ ગત 23મી ઓક્ટોબરે સાંજે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને નાયલોન દોરી સિલિંગ નીચે આવેલ લોખંડની પાઇપ સાથે બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. મુલેયા આખો દિવસ ઘરની બહાર ન આવતાં બીજા દિવસે મકાન માલિકે દરવાજો ખખડાવ્યો હતો. આમ છતાં કોઈ જવાબ ન આવતાં દરવાજો તોડતાં મુલેયા ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -