અમદાવાદઃ પોલીસે જાતિય સતામણી કરનારા લુખ્ખાઓને કંઇ ન કરતાં યુવતીનો આપઘાત
અજિત મિલ ચાર રસ્તા પાસે બનેલી ગરીબ આવાસ યોજનામાં સુરૈયાબાનુ અસલમભાઈ સોઢા પરિવાર સાથે રહેતા હતા. તેમની સામે જ રહેતા ફારુકની હરકતોને કારણે આખો પરિવાર ત્રસ્ત થઈ ગયો હતો. બંને દીકરીઓની જાતિય સતામણી અને પોલીસ ફરિયાદ પછી જીવલેણ હુમલા પછી ડરી ગયેલો પરિવાર પોલીસ કમિશ્નરની ઓફિસની બાજુમાં આવેલા પાર્કિંગમાં રહેવા આવી ગયો હતો. ત્યાં તેમણે નજીકની એક દરગાહમાં આશરો મેળવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઈ કાલે સુરૈયાબાનુના આપઘાત પછી પરિવારે મૃતદેહ નહીં સ્વીકારવાની જીદ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ પરિવારે ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ અરજી કરી હતી. આ અરજીમાં આક્ષેપ કરાયો છે કે,જ્યારે બંને બહેનોએ ફારુકનો સતત વિરોધ કરવાનું શરૂ કર્યું ત્યારે ફારૂકે સુરૈયાબાનુ પર હુમલો કર્યો અને તેને હાથની આંગળીમાં ફ્રેક્ચર કરી દીધું હતું. આ વાતની જાણ અંતે પોલીસને કરી તો પોલીસે સામાન્ય કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. કલમ હળવી હોવાથી ફારુક અને તેના મદદગાર તરત છુટી ગયા હતા.
આ પરિવાર છેલ્લા ઘણા સમયથી રખિયાલ પોલીસ પાસે રક્ષણ માગી રહ્યો હતો. તેમણે આ અંગે એ.સી.પી. અને ડી.સી.પી. ઓફિસ સુધી પણ રજૂઆત કરવા છતાં આ લુખ્ખાતત્વો દ્વારા કોઈ પગલાં ન લેવાતા કંટાેળી મોટી દીકરીએ આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
પરિવારનો આક્ષેપ છે કે, છૂટી ગયેલા ફારુકે સોસાયટીના અલ્તાફ, શરીફ, મોઈન ઈરાકી સહિતના આઠેક સભ્યો સાથે અસલમભાઈના ઘરમાં ઘૂસીને તેમની પત્ની, બે દીકરીઓ અને દીકરા પર હુમલો કર્યો હતો. તેમણે ઘરમાં તોડફોડ પણ કરી હતી. એટલું જ નહીં દાગીના પણ લૂંટી લીધા હતા. આ હુમલામાં માતા અને બન્ને પુત્રીઓને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. આમ છતાં રખિયાલ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી.
આ ઘટના અંગે ભારે હોબાળા પછી પોલીસ જાગી છે. આ સમગ્ર કેસની તપાસ ઝોન-5ના ડીસીપીને સોંપવામાં આવી છે. પરિવારજનોએ કમિશ્નરને આવેદનપત્ર આપ્યા પછી પોલીસ હરકતમાં આવી છે. આ અંગે તપાસ રિપોર્ટ એક દિવસમાં કમિશ્નર કચેરીને સુપ્રત કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
અમદાવાદઃ જાતિય સતામણીનો ભોગ બનેલી યુવતી અને તેના પરિવારે પોલીસને વારંવાર રજૂઆત કરતાં કોઈ પગલું ન લેવાતાં પરેશાન યુવતીએ ગઈ કાલે દૂધેશ્વર બ્રિજ પરથી પડતું મૂકીને આપઘાત કરી લેતાં હોબાળો મચી ગયો છે. રખિયાલની સુરૈયાબાનુએ આપઘાત કરતાં પોલીસ પર ચારે તરફથી ફિટકાર થઈ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -