મોદી ખોડલધામમાં હાજરી આપશે તેવા અહેવાલ સામે મોદીને પાટીદારોના હત્યારા ગણાવીને હાર્દિકે શું આપી પ્રતિક્રિયા?
આનંદીબેન પટેલના રાજીનામા પછી નરેન્દ્ર મોદીએ ગુજરાત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે છેલ્લા બે મહિનામાં ચાર વખત ગુજરાતની મુલાકાત લીધી હતી. જ્યારે આવનાર દિવસોમાં હજુ મોદી ચાર વખત ગુજરાતની મુલાકાત લેશે, તેવા અહેવાલ છે. જોકે, આ અહેવાલને સત્તાવાર રીતે કોઈ સમર્થન અપાયું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે તેના પાસના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મોકલ્યો છે અને મોદીને પાટીદાર યુવાનોના હત્યારા ગણાવીને સવાલ કર્યો છે કે પાટીદારો સમાજના યુવાનોનો હત્યારો પાટીદાર સમાજના કુળદેવતા ખોડલધામમાં આવશે. 'મા'ના પવિત્ર ધામમાં કેમ આવે ? હાર્દિકે એવો પણ મેસેજ લખ્યો છે કે વિરોધ જરૂરી છે કે નહીં આ વ્યક્તિનો?
હાર્દિકે લખ્યું છે કે, 'મા'ના પવિત્ર ધામમાં કેમ આવે ? સમાજનો ઉપયોગ કરવા ? હાર્દિકે સોમવારે આ મેસેજ વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો હતો. આ મેસેજ પાટીદારોના ગ્રુપમાં ફરતો થઈ ગયો છે. કેટલાક મીડિયામાં એવા અહેવાલ વહેતા થયા છે કે પાટીદારોને પોતાની તરફ વાળવાના પ્રયાસના અંતિમ પ્રયાસ તરીકે મોદી ખોડલધામમાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જાન્યુઆરીએ પાટીદારોના ગઢ મનાતા ખોડલધામમાં મહાસંમેલનમાં હાજરી આપવાના છે તેવા અહેવાલ આવ્યા છે. આ અહેવાલ સામે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે આકરી પ્રતિક્રિયા આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -