અમદાવાદમાં વિદેશી યુવતીનો આપઘાત, બોયફ્રેન્ડે વોટ્સએપ પર શું મોકલ્યો હતો મેસેજ?
પોલીસે મકાન માલિક તેમજ ગુલૈયા જે ચર્ચમાં જતી હતી ત્યાં પરિચયમાં આવેલ ડૉ. ગ્લેન એલ. કે. મોડર ફેરીની આ આત્મહત્યા અંગે પૂછપરછી કરી હતી. જોકે, તેમણે આ અંગે કંઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું. અત્યારે ગુલૈયાના મૃતદેહના પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે ગુલૈયાના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, હજુ સુધી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. પીએમમાંથી મૃતદેહ આવ્યા પછી ગુલૈયાની લાશને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં રહેતી અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદેશી યુવતીએ પોતાના જ રૂમમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. T.Y.B.A માં અભ્યાસ કરતી ઝામ્બિયાની ગુલૈયા મુકાશ્યાકાવુબા (ઉ.વ.20)એ નિલિમા પાર્ક સોસાયટી સ્થિત બંગલોમાં પાઇપ સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો છે. આ ઘટના પછી પોલીસે વિદેશી યુવતીનો મોબાઇલ તપાસ કરતાં ગુલૈયાની વોટ્સએપ પરની વાતચીત મળી આવી છે. તેણે છેલ્લે તેના બોયફ્રેન્ડ સાથે વાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની જાણ મકાન માલિક મીનાબેન શાહે તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસને કરતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. ટીવાયબીએમાં અભ્યાસ કરતી ગુલૈયાને પરીક્ષામાં એટીકેટી આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કારણસર આત્મહત્યા કરી હોઇ શકે, તેવું પોલીસનું માનવું છે. જોકે, આત્મહત્યાનું સાચું કારણ પરિવારજનો અને બોયફ્રેન્ડની પૂછપરછ પછી જ સામે આવશે.
આ અંગેની વિગતો એવી છે કે, ગુલૈયા 10-નિલિમા પાર્ક સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી ભાડે રહે છે. ગુલૈયા સ્ટુડન્ટ વિઝા પર ભારત આવી છે અને સેન્ટ ઝેવિયર્સમાં T.Y.B.A માં અભ્યાસ કરે છે. ગુલૈયાએ ગત 23મી ઓક્ટોબરે સાંજે અંગત કારણસર રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને નાયલોન દોરી સિલિંગ નીચે આવેલ લોખંડની પાઇપ સાથે બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. ગુલૈયા આખો દિવસ ઘરની બહાર ન આવતાં બીજા દિવસે મકાન માલિકે દરવાજો ખખડાવ્યો હતો. આમ છતાં કોઈ જવાબ ન આવતાં દરવાજો તોડતાં ગુલૈયા ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.
પોલીસે ગુલૈયાના મોબાઇલની તપાસ કરતાં વોટ્સએપ પર બોયફ્રેન્ડ સાથેની વાતચીત મળી આવી હતી. ચેટમાં બોયફ્રેન્ડે ગુલૈયાને લખ્યું છે કે, તારા શરીરને નુકસાન પહોંચે તેવું કામ ન કરતી. ત્યારે પોલીસે આ ચેટને આધારે તપાસ આગળ વધારી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, આ ચેટ કરનાર યુવક કોણ છે, તે હજુ જાણી શકાયું નથી. તેમજ ગુલૈયાએ કયા કારણસર આપઘાત કર્યો તે પણ જાણી શકાયું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -