પત્નીએ પતિ પર લગાવ્યા ગંભીર આરોપ, મારા પતિને અન્ય સ્ત્રી સાથે હતા સંબંધ
અમિત નાણાં વ્યાજે આપવાનો ધંધો કરવા માટે 50 લાખ રૂપિયાના દહેજની માગણી કરતો હતો. છેલ્લા ઘણા સમયથી અમિતનો અત્યાચાર સહન કરતી હતી. મીનાક્ષી નાયકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં અમિત, સસરા પ્રવીણ સાગર, સાસુ સુધાબહેન, જેઠ મનીષ, જેઠાણી હર્ષિદાબહેન વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.
મીનાક્ષીએ ફરિયાદમાં આરોપ કર્યા છે કે અમિત દારૂ પીને તેમની પાસે રૂપિયા માગે છે અને જો રૂપિયા ના મળે તો તેમની સાથે મારઝૂડ પણ કરતો હતો. આ સિવાય તેમને કોઇ અન્ય સ્ત્રી સાથે પણ સંબંધો હોવાથી તેની સાથે પણ મારઝૂડ કરતો હતો. તે છેલ્લા ઘણા સમયથી અમિતનો મોટો ભાઈ મનીષ પણ તેમના દાગીના વેચી દેવાની ધમકી આપતો હતો.
આ સિવાય બાપુનગરમાં ક્લિનિક ખોલવા માટે પણ મીનાક્ષીના પિતાએ દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. દહેજ તેમજ આણામાં આટલું બધું આપ્યું હોવા છતાં અમિત અને તેના પરિવારને ઓછું પડતાં અવાર-નવાર તે મીનાક્ષીને મ્હેણા-ટોણા મારતો હતો. તેમજ પતિ અમિત મીનાક્ષી સાથે ઝઘડો કરીને કહેતો હતો કે, મારા મિત્રને તેના સસરાએ ઓડી કાર આપી છે, તારા બાપને કહે કે ઓડી કાર લાવી આપે.
મીનાક્ષીએ લગાવેલા આરોપ મુજબ, લગ્નના એક વર્ષ બાદ અમિત અને તેનાં પરિવારજનો મીનાક્ષી સાથે નાની નાની બાબતે ઝઘડો કરીને મારઝૂડ કરતાં હતાં. વર્ષ 2004માં મીનાક્ષીને એક પુત્રને જન્મ આપ્યો હતો, જેમાં તેમના પિતાએ આણામાં 30 તોલા સોનાના દાગીના, ચાંદીના દાગીના, કાર, ફ્રીઝ વગેરે આપ્યાં હતાં.
બાપુનગર વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતાં ડો.મીનાક્ષી નાયકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં તેમના ડોક્ટર પતિ અને સાસિરયાઓના વિરુદ્ધમાં દહેજની માગણી તથા માર મારવા બદલ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ પ્રમાણે 16 જુલાઇ, 2002ના રોજ મીનાક્ષી બહેનનાં લગ્ન ડો.અમિત નાયક સાથે થયાં હતાં.
અમદાવાદ: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતી મહિલા ડોક્ટરે પતિ અને સાસરિયાઓ સામે દહેજ પેટે 50 લાખ તથા ઓડી કાર માગવાને લઈ પોલીસ ફરિયાદ કરી છે. બાપુનગર પોલીસે ડોક્ટર પતિ, સાસુ-સસરા તેમજ જેઠ-જેઠાણી વિરુદ્ધમાં દહેજની માંગણી તેમજ માર મારવા બદલ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ડોક્ટર અમિત નાયક અમદાવાદ શહેર કોંગ્રેસનો કારોબારી સભ્ય છે.