પૂર્વ PM દેવગોડાએ પાટીદારોને અનામત મુદ્દે PM મોદીને શું આપી સલાહ, જાણો વિગત
દેવગોડાએ નરેન્દ્ર મોદીને સુચવ્યું છે કે, તમે પણ પાટીદાર અનામત આંદોલન માટે બંધારણીય રીતે કમિશનની રચના કરો. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રીએ પણ મધ્યસ્થી બની કેન્દ્ર સાથે વાટાઘાટો કરવો જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએચ.ડી.દેવગોડાએ જણાવ્યું હતું કે, મારા કાર્યકાળ વખતે રાજસ્થાનમાં જાટ સમાજ દ્વારા અનામતની માંગ ઉઠી હતી. જેતે સમયે જાટ સમાજને OBCમાં ભેળવવા માટે આર્થિક પછાત પરિવારોના સર્વે માટે કમિશનની રચના કરી હતી.
OBC નેશનલ કમિશન રાજસ્થાનના જાટ સમાજને સેન્ટ્રલ OBC લીસ્ટમાં સમાવવા તૈયાર થયું હતું. આ રીતે મારી સરકારે જાટ સમાજની અનામતની માંગ પુરી કરી હતી.
અમદાવાદ: પાટીદાર નેતા હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસના 10 દિવસ પુરા થઈ ગયા છે. ત્યારે હાર્દિક પટેલની લડતમાં ભારતના અનેક નેતાઓ અને સામાજિક કાર્યકરો સમર્થનમાં આવી રહ્યા છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગોડાએ હાર્દિક પટેલના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી પાટીદાર સમાજના પ્રશ્નો વિશે ચર્ચા કરવા મધ્યસ્થી થવા સુચવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -