અમદાવાદ-સુરતમાં વીજળી મોંધી, જાણો ટોરન્ટે 30 લાખ પરિવારો પર ઝીંક્યો કેટલો તોતિંગ ભાવવધારો?
જ્યારે ટોરેન્ટના અગાઉના બે ક્વાર્ટરના અનુક્રમે 17 અને નવ પૈસા બાકી હોવાથી તેનો ફ્યુઅલ ચાર્જ હાલ 1.46 થયો છે. જોકે જર્કે ફ્યુઅલ ચાર્જને કંટ્રોલમાં રાખવા માટેના યોગ્ય પગલા લેવા જોઇએ કેમ કે ફ્યુઅલ ચાર્જ ટેરિફ પ્રાઇઝના 50 ટકા જેટલો થઇ રહ્યો છે. તેથી ટેરિફ અંગેની જર્ક સમક્ષની સુનાવણીમાં ફ્યુઅલ ચાર્જની રૂ. 1.80 સુધીની લિમિટ બાંધવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. જેથી ગ્રાહકો ઉપર બીનજરૂરી બોજો પડે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક કે તેના ફ્યુઅલ ચાર્જની બેઝ પ્રાઇઝ રૂ. 1.20થી રૂ. 1.43 કરવામાં આવી છે, જ્યારે જર્કે GUVNLની પાવર પર્ચેઝ કોસ્ટ પણ રૂ. 3.76થી વધારીને રૂ. 4.17 યુનિટ દીઠ કરી છે. જેની અસરથી ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો નોંધાયો છે. GUVNLના અગાઉના ક્વાર્ટરના યુનિટ દીઠ 30 પૈસા ફ્યુઅલ ચાર્જ લેવાના જર્કે મંજૂર કર્યા હતા. તે પડતર હોવાથી હાલ તેનો ફ્યુઅલ ચાર્જ 1.71 જેટલો થયો છે.
ટોરેન્ટ પાવર દ્વારા એપ્રિલ, મે અને જૂન માટે ફ્યુઅલ ચાર્જ પેટે પ્રતિ યુનિટ રૂ. 1.10 લેવામાં આવતા હતા, પરંતુ હવે નવા ફ્યુઅલ ચાર્જ મુજબ રૂ. 1.46 ચાર્જ લેવામાં આવશે. જર્ક દ્વારા ટોરેન્ટના બેઝ ફ્યુઅલ ચાર્જને યથાવત્ રાખ્યો છે આ તરફ GUVNLનો અગાઉના ક્વાર્ટર માટેનો ફ્યુઅલ ચાર્જ યુનિટ દીઠ રૂ. 1.80 હતો જે હવે ઘટીને રૂ. 1.71 થતા નવ પૈસાનો ઘટાડો જોવા મળશે. ઊર્જા ક્ષેત્રના નિષ્ણાંત કે.કે. બજાજે જણાવ્યું હતું કે,GUVNLના ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાના મુખ્ય બે કારણો છે.
અલબત્ત, બંને કંપનીઓના પાવર પર્ચેઝ કોસ્ટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. GUVNLની PPA રૂ. 4.45થી ઘટીને રૂ. 4.15 થઇ છે, જ્યારે ટોરેન્ટની કોસ્ટ રૂ. 4.89થી ઘટીને રૂ. 4.62 થઇ છે. પરંતુ અગાઉના જર્કએ ફ્યુઅલ ચાર્જના મંજૂર કરેલા વધારા બાકી હોવાથી હાલ ફ્યુઅલ ચાર્જમાં વધારો-ઘટાડો જોવા મળ્યો છે.
અમદાવાદઃ વર્ષ2017-18ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ટોરેન્ટ પાવરના ફ્યૂઅલ ચાર્જમાં યુનિટ દીઠ 36 પૈસાનો વધારો થયો છે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન અમદાવાદ અને સુરતના 30 લાખ ગ્રાહકોએ નવા ભાવવધારા મુજબ બિલ ભરવા પડશે અને 200 યુનિટનો વપરાશ કરતા ગ્રાહકોએ બિલમાં લગભગ રૂ. 84 ચૂકવવાના થશે. આમ,ટોરેન્ટના ગ્રાહકો પર દર મહિને રૂ. 27 કરોડનો વધારાનો બોજ પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -