કોંગ્રેસે શંકરસિંહ વાઘેલા સહિત 51 ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી અંગે શું આપ્યો આદેશ ?
હવે કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને વ્હીપ મોકલી આપ્યો છે. શંકરસિંહ વાઘેલા સહિત 51 ધારાસભ્યોને રજીસ્ટર એડી દ્વારા પ્રદેશ કોંગ્રેસે વ્હીપ મોકલી આપ્યો છે અને કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર અહમદ પટેલને મત આપવાનો આદેશ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કોઈ બળવાખોર ધારાસભ્ય કોંગ્રેસની વિરુદ્ધમાં મતદાન કરે અથવા NOTAનો ઉપયોગ કરે તો મત આપનાર ડિસ્ક્વોલિફાઈ થશે. તેમજ વ્હીપનો અનાદર કરનાર 6 વર્ષ માટે ડિસ્ક્વોલિફાઈ થવાનો નિયમ છે. કોંગ્રેસે વ્હીપ તો મોકલી આપ્યો છે, પરંતુ હવે તેનું પરિણામ શું આવે છે, તે તો આમી ઓગસ્ટે મતદાન થયા પછી નવમીએ ગણતરી થાય ત્યારે જ ખબર પડશે.
અમદાવાદઃ આગામી આઠમી ઓગસ્ટે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ તરફથી અહમદ પટેલે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે ભાજપ તરફથી અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બળવંતસિંહ રાજપૂતે ઉમેદવારી નોંધાવી છે. ભાજપ તરફથી ત્રણે ઉમેદવારી નોંધાવતાં હવે મતદાન થવાનું છે, ત્યારે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો નોટાનો ઉપયોગ કરે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -