અમદાવાદઃ ખૂદ પિતાએ દિલ્લીમાં ગુજાર્યો હતો બળાત્કાર, દેહવ્યાપાર માટે ના પાડતાં બેલ્ટથી ફટકારતાં, પીડિતાની જુબાની
સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, આ કામ કરવા માટે જ્યારે તે ના પડતી હતી ત્યારે તેને પટ્ટા વડે મારતા હતા. તેમજ તેને આ ગંદુ કામ કરવા માટે મજબૂર કરતાં હતાં. દેહવ્યાપારના ધંધામાં વધુને વધુ કમાવાની લાલચ સાથે તેઓ દિલ્લીથી જયપુર આવ્યા હતા. જ્યાં થોડો સમય રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે આ ગુનામાં કચરુલાલ પટેલ (દલાલ), કૌશિક પટેલ (દલાલ), સાગર પટેલ (ફાસ્ટ ફુડ સેન્ટરનો કર્મચારી), જય મોતીવાલા (રાય યુનિ.નો વિદ્યાર્થી), મયુર પટેલ (ફાસ્ટ ફુડ સેન્ટરનો માલિક), ધવલ પટેલ (ચલોડા) અને હિતેશ પટેલ (ચલોડા)ની ધરપકડ કરી
સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, જયપુરમાં દેહવિક્રયના ધંધા સાથે સંકડાયેલા દલાલે વધુ રૂપિયા માટે અમદાવાદ જવા માટે જણાવ્યું હતું. એટલું જ નહીં, જયપુરના દલાલે અમદાવાદના દલાલ સાથે સંપર્ક પણ કરાવી આપ્યો હતો. 2થી 3 મહિના પહેલા તે પોતાના માતા-પિતા સાથે જયપુરથી અમદાવાદ આવી હતી.
છપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, સગીરાને દલાલો મારફતે અમદાવાદની અલગ અલગ હોટલ પર લઇ જઈને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જ્યારે સગીરાને દલાલો 5 હજાર રૂપિયામાં ગ્રાહક પાસે મોકલતા હતા અને દલાલો સગીરાના માતા પિતાને 50 ટકા એટલેકે અઢી હજાર રૂપિયા આપતા હોવાનું બહાર આવ્યું છે.
સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, તે મૂળ પંજાબની છે અને છેલ્લા ચારેક મહિનાથી અમદાવાદના વાસણા ખાતે પરિવાર સાથે રહેવા આવી હતી. પોતાની માતાનું નિધન થયા પછી પિતાએ બીજા લગ્ન કર્યા હતા. જેની સાથે લગ્ન કર્યા તે પોતાની સાવકી માતા દેહવ્યાપાર કરતી હતી. તેઓ પંજાબથી દિલ્લી રહેવા આવ્યા પછી પિતાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ પછી તેને દેહવ્યાપારના ગંદા ધંધામાં ધકેલી દીધી હતી.
અમદાવાદઃ શહેરની પાલડી પોલીસે સગીરા પર ગેંગરેપના કેસમં સાત આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ આ હવસખોરોની ચૂંગાલમાંથી સગીરાને છોડાવી છે. હવસખોરોની ચુંગાલમાંથી છૂટેલી સગીરાનું નિવેદન સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, પૈસા માટે માતા-પિતાએ તેને ગંદુ કામ કરવા માટે મજબૂર કરી હતી. એટલું જ નહીં, જ્યારે પોતે દિલ્લીમાં હતી, ત્યારે ખૂદ પિતાએ જ તેના પર બળાત્કાર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -