અમદાવાદઃ યુવતીને પ્રેમજાળમાં ફસાવી પરાણે બાંધ્યા સેક્સસંબંધ, પાડી લીધા નગ્ન ફોટા
પરેશે કામિનીને પ્રેમજાળમાં ફસાવી તેના નામે કાર લેવી છે, તેવું કહી એક લાખ રૂપિયા રોકડા અને સહીવાળા ચેક લઈ લીધા હતા. આ પછી પરેશે પોત પ્રકાશ્યું હતું. કામિનીએ પરેશ સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં કામિનીના નગ્ન ફોટા અને વીડિયો બધાને બતાવી દેવાની ધમકી આપી હતી. આટલેથી ન અટકતાં પરેશે કામિનીની માતા અને ભાભીને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી કામિનીએ પોલીસનું શરણું લીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની મળતી વિગતો એવી છે કે, નાના ચિલોડાની કામિની અને નરોડાનો પરેશ(નામ બદલ્યું છે) થોડા સમય પહેલા એકબીજાના પરિચયમાં આવ્યા હતા. આ પછી પરેશે કામિનીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ પછી તેની સાથે બળજબરી પૂર્વક સેક્સ સંબંધો બાંધ્યા હતા અને આ પછી તેના નગ્ન ફોટા પાડી લીધા હતા અને તેને વીડિયો પણ ઉતારી લીધો હતો.
અમદાવાદઃ નાના ચિલોડામાં રહેતી કામિની(નામ બદલ્યું છે)ને નરોડાના એક યુવકે પ્રેમજાળમાં ફસાવીની બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં યુવકે કામિનીના નગ્ન ફોટા અને વીડિયો લઈ લીધા હતા અને તેના આધારે બ્લેકમેલ કરતો હતો. કામિનીએ હિમ્મત કરીને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -