દારૂ ભરેલી રિક્ષાથી હિમાનીને ઉડાવનાર ડ્રાઈવર સામે હવે માનવવધની કલમ લાગશે, મહિલા બુટલેગર ફરાર
સેક્ટર-1ના સંયુક્ત પોલીસ કમિશનર રાજીવ રંજન ભગતના જણાવ્યાનુસાર ફારુક વિરુદ્ધ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત અને દારૂની હેરાફેરી, એમ બે ગુના દાખલ કરાયા હતા. ફારુકે દારૂ પીધો હતો કે નહીં તેનું પરીક્ષણ કરાયું હતું. ફારુક વિરુદ્ધ પૂરતા સાંયોગિક પુરાવા મળી જશે તો તેની વિરુદ્ધ 304ની કલમ ઉમેરાશે.
શુક્રવારે વહેલી સવારે ફારુકની રિક્ષામાં કલોલથી 240 લિટર દેશી દારૂ લઈને આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. એ વખતે બંન્ને મહિલાઓ રીક્ષામાં હતી પણ અકસ્માત થતા તે પલાયન થઇ ગઇ જે ઘટનાના 4 દિવસ પછી પણ બંને મહિલાને પોલીસ પકડી શકી નથી.
હિમાની માટે મોત સમાન બનેલી રિક્ષામાં દારૂ લઈ જતી બંને બુટલેગર મહિલા હજુ સુધી પોલીસના પકડમાં આવી નથી. આ માટે પણ પોલીસે પોતાની તપાસ કાર્યવાહી ઝડપી બનાવી છે રિક્ષાની સ્પીડ અને અકસ્માત કેવી રીતે થયો તે જાણવા ક્રેશલેબથી ઘટનાનું સાંયોગિક ઢબે પૃથક્કરણ કરાશે.
અમદાવાદઃ નારણપુરાના વિજયનગર ચાર રસ્તા નજીક દારૂ ભરેલી રિક્ષાએ એક્ટિવા પર જતી કોલેજિયન યુવતી હિમાની કોઠારીને મોતને ઘાટ ઉતારી દેનાર રિક્ષાચાલક ફારુક સામે પોલીસે હવે સદોષ માનવવધ (બેદરકારીથી મોત પણ હત્યા નહીં) એટલે કે કલમ (304)નો ઉમેરો કરવાની કવાયત શરૂ કરી છે. જેના સીસીટીવી ફૂટેજ, વીડિયો તેમજ એફએસએલના સાંયોગિક પુરાવા એકત્ર કરવાનું પોલીસે શરૂ કર્યું છે.