ક્રેડિટ- ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન્સ પરનો ટેક્સ નાબૂદ કરવા ભલામણ, જાણો ગ્રાહકોને થશે કેટલો ફાયદો ?
જસ્ટિસ શાહ સમિતિએ નિયમિત રીતે ટેકસ ચુકવતા સીનીયર સીટીઝનને કેટલીક સુવિધા આપવા પણ ભલામણ કરી છે. સમિતિએ ર૦ લાખ તેથી વધુની આવક પર નિયમિત રીતે ટેકસ ભરનારને મેડીકલ વિમો, જીવન વિમો, પેન્શન આપવા સુચન કર્યુ છે. આ સુવિધાઓ વડીલોને આપવી જોઇએ કારણ કે ઢળતી ઉંમરે તેઓની આવક ઘટી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે એક વરિષ્ઠ બેંક અધિકારીએ કહ્યું હતું કે, બેંકરો કાર્ડ પર કમિશન ઓછુ કરી શકે છે પરંતુ સમાપ્ત કરવાનુ સંભવ નથી. શાહ પેનલની ભલામણો એટલા માટે પણ મહત્વની છે કે બેંકોએ હવે રોકડ જમા ઉપાડ પર ચાર્જ વસુલવાનું શરૂ કર્યુ છે અને જે સામે વિરોધ ઉઠયો છે.
ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંક ટ્રાન્ઝેકશનમાં મોટો ઘટાડો કરી ચૂકયું છે. તેણે ડેબિટ કાર્ડથી રૂ.૧૦૦૦ સુધીના પેમેન્ટ પર ૦.રપ ટકા, ર૦૦૦ સુધીના પેમેન્ટ પર ૧ ટકો તો ક્રેડિટ કાર્ડથી ૧૦૦૦ સુધીના વ્યવહાર પર રપ રૂ. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ નક્કી કર્યો છે. દરેક કાર્ડના વ્યવહાર પર બેંકને મળતા કમિશનને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ગણવામાં આવે છે.
એક રિપોર્ટ પ્રમાણે, ઇ-ટ્રાન્ઝેકશન પર લાગતા ચાર્જને સમાપ્ત કરવાનું સૂચન એટલા માટે મહત્વનું છે કે બેંક અને ઇ-ગેટવે ઉપલબ્ધ કરાવતી કંપનીઓ રોજ થનારા કરોડો વ્યવહારો પર તગડી કમાણી કરતી હોય છે. જાન્યુઆરીમાં માત્ર ગુજરાતમાં જ ર.૯પ કરોડ ઇ-ટ્રાન્ઝેકશન થયા જેમાં ક્રેડિટ, ડેબિટ કાર્ડ અને પીઓએસ મશીનો થકી કુલ પ૮૩૮ કરોડ રૂ.ની લેવડ-દેવડ થઇ હતી. જાન્યુઆરીમાં સમગ્ર દેશમાં ૧૧પ કરોડ ઇ-વ્યવહારો થયા હતા.
અમદાવાદઃ બ્લેકમની સામે લડવા માટે નિમવામાં આવેલી જસ્ટીસ એમ.બી શાહના નેતૃત્વમાં રચવામાં આવેલી એસઆઇટીના સૂચનોનો સ્વીકાર કરી તેને લાગુ કરી દે તો ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર લાગતો ટ્રાઝેક્શન ચાર્જ સંપૂર્ણ ખત્મ થઇ જશે. શાહ પેનલ નિયમિત રીતે ટેક્સ ચૂકવનારા વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય વિમો, જીવન વિમા, પેન્શન જેવી સુવિધાઓ આપવાની પણ ભલામણ કરી હતી. આ અંગે વિચારવિમર્શ કરવા માટે અમદાવાદમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓની એક બેઠક પર મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -