સ્વામીનારાયણ સાધુની સેક્સલીલાઃ સુજ્ઞેયે યુ ટ્યુબ વિડીયો મૂકી રડતાં રડતાં શું કર્યો ખુલાસો ? છોકરીએ મને પહેલો મેસેજ કરેલો.....
અમદાવાદઃ કેનેડાના ટોરન્ટોમાં ગુજરાતી યુવતીને હવસનો શિકાર બનાવનારા સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સુજ્ઞેય ઉર્ફે નિલકંઠ પટેલે મંગળવારે રાત્રે યૂ ટયૂબ પર એક વીડિયો મૂકીપોતાનો બચાવ કરવાની કોશિશ કરી છે. તેણે દાવો કર્યો છે કે તેણે યુવતી સાથે કોઈ ખરાબ કૃત્ય કર્યું નથી કે સેક્સ માણ્યું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએ વખતે છોકરીએ મારી આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જેથી મેં તેનાં પિતાને વાત કરી કે, આ શક્ય નથી. આપ તેમને સમજાવો. છતાં પણ તે વાત તેણે પકડી રાખી અને મારાં પર દબાણ લાવવા પ્રયાસ કરતાં હતાં. પછી મેં મેસેજના રિપ્લાય કરવાનું બંધ કર્યુ એટલે મને લાગે છે કે, તેણે આવી વાત બધા સામે રજૂ કરી હશે.
સુજ્ઞયનો દાવો છે કે દીકરીએ મને સામેથી પહેલો મેસેજ કર્યો અને મેં રિપ્લાય આપ્યો. એનાં પ્રશ્નોનો ભગવાને મને સૂઝાવ્યાં મુજબ જવાબ આપવાના પ્રયત્ન કર્યા. ધીમે-ધીમે દીકરી અને હું લાગણીથી બંધાતા ગયાં. મને જ્યારે લાગ્યું કે વાત હવે ખોટા રસ્તે જઇ રહી છે, ત્યારે મેં વાતને ધીરે-ધીરે ઓછી કરવાનો પ્રયત્ન કર્યો.
જો કે તેમણે (પિતા)એ કહ્યું કે, એટલાં બધા ખરાબ પ્રસંગો તેની લાઇફમાં બન્યાં છે કે દીકરી જીવનનો અંત લાવવાનો વિચાર કરે છે. તેના પિતાએ આ વાત કરી ત્યારે દયાભાવને લઇને અને લાગણીવશ થઇને હું તેને મળ્યો હતો કારણ કે નાનપણથી હું કોઇનું ખરાબ કરી શકતો નથી અને ખરાબ થતું જોઇ શકતો પણ નથી.
સુજ્ઞેયે રડતાં રડતાં એવું કહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી મીડિયા મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે, પણ આ જે ઘટના મીડિયા સામે આવી અને એ જે કથિત દુરાચારની વાત મને જ્યારે સાંભળવા મળી ત્યારે મને ખૂબ આઘાત લાગ્યો. હું તો સારું કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે મને બદનવામી મળી છે.
જો કે મેં આવું કોઇ દુષ્કર્મ ક્યાંય કર્યુ નથી. બીજી કે એ જે સમયની વાત કરે છે તે 2015 ઓક્ટોબર બાદ હું કેનેડા પણ ગયો નથી અને આ વાત જગજાહેર છે. તેમણે દાવો કર્યો છે કે, અન્નકૂટનો સમય હોય અને સો-બસો છોકરા મંદિરે સેવામાં હોય તે રીતે પણ લોજિકલી દુષ્કર્મ કે દુષ્કૃત્યની વાત શક્ય નથી.
સુજ્ઞેયનો દાવો છે કે, બળાત્કારનો આક્ષેપ મૂકનારી દીકરી ખૂબ વ્યથિત અને માનસિક અસ્વસ્થ હતી. તેના પિતાએ મારો સંપર્ક કર્યો હતો. દીકરી સત્સંગના માર્ગે વળે તેવી એક ભાવનાથી મેં તેનાં પિતાને કહ્યું કે, જે કંઇ પ્રશ્ન હોય તે તમે લાવો અને હું તમને વાત કરીશ અને આપ દીકરી આગળ રજૂ કરજો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -