Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત એસટી મુસાફરોને આપશે વિનામુલ્યે વાઇફાઇ સેવા
અમદાવાદ-સુરત, સુરત-અમરેલી, અમદાવાદ-દીવ, અમદાવાદ-સોમનાથ જેવી લાંબા અંતરની એસી બસો કે જેનો ઉપડવાથી પહોંચવા સુધીનો સમય ૮થી ૧ર કલાકનો હશે તેમાં આ સગવડ પહેલાં આપવામાં આવશે. હાલમાં એસટીની વોલ્વો બસમાં ફ્રી વાઇ-ફાઇ સેવા આપવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફ્રી વાઈ ફાઈ સુવિધા માટે નિગમે ચાલુ બસ ડેટા ટ્રાન્સિમશન કરી શકે તેવી મજબૂત ટેકનોલોજીની વ્યવસ્થા કરવી પડશે. આ માટેની શરૂઆત ડિસેમ્બરના અંત સુધી થશે તેવું એસટી નિગમનાં આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
બસમાં મુસાફરી દરમિયાન મુસાફરને મોબાઈલ વાઇ ફાઇ સાથે કનેક્ટ કરવા માટે વાઈ ફાઈનો પાસવર્ડ આપી દેવામાં આવશે, જેનો મુસાફર બસમાં મુસાફરી પૂરી કરશે ત્યાં સુધી વિનામૂલ્યે અનલિમિટેડ ઉપયોગ કરી શકે છે.જેના માટે મુસાફરે કોઈ વધારાનો ચાર્જ નહી ચૂકવવો પડે.
એસટી વિભાગના આયોજન અનુસાર શરૂઆતના તબક્કે આ સગવડતા લાંબા અંતરની એસી બસોમાં શરૂ કરવામાં આવશે. ત્યારબાદ આ વ્યવસ્થા એસટીની તમામ બસોમાં લાગુ કરવામાં આવશે.
એસટી બસ સેવા હવે ખાનગી બસ ટ્રાવેલ્સની સામે હરીફાઇમાં ઉતરવા માટે વાઇ ફાઇ ફ્રી સુવિધાની ઓફર સાથે સજ્જ થઇ રહી છે. એસટી દ્વારા મુસાફરોને આકર્ષવા માટે મુસાફરોને હવે વાઇ ફાઇ સુવિધા ટૂંક સમયમાં આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -