✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

GST નું નવુ પોર્ટલ આગામી સપ્તાહથી થશે લોન્ચ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Nov 2016 04:50 PM (IST)
1

જીએસટી નેટવર્કના નવા માળખા અન્વયે વેટના ડીલરોનું ઓટોમે‌ટિક જીએસટીમાં રજિસ્ટ્રેશન થઇ જશે એટલું જ નહીં, હંગામી ધોરણે છ મહિના માટે ફાળવાયેલો નંબર ચાલુ રહેશે. આ સમયગાળામાં ડીલરોએ જીએસટીએન-ર૦નું ફોર્મ ભરવું પડશે

2

નવા માળખામાં કેટલીક ચીજવસ્તુઓ ટેક્સના ડાયરામાં આવશે એટલું જ નહીં, સર્વિસીસ સેક્ટરમાં પણ કેટલીક સર્વિસીસનો જીએસટીના નવા માળખામાં ઉમેરો થશે. આવા સંજોગોમાં હાલ રાજ્યમાં એક અંદાજ મુજબ ૪.પ૦ લાખ કરતાં વધુ વેટના ડીલર છે જે ડીલરની સંખ્યા વધીને ૧૦ લાખ ઉપર થવાની શક્યતાઓ છે.

3

જીએસટી કાઉન્સિલે ચાર સ્તરીય રેટનું માળખું નક્કી કર્યું છે. જેમાં કોમોડિટી કયા રેટના માળખામાં આવશે તે નક્કી થશે. ત્યાર બાદ પોર્ટલને અંતિમરૂપ આપવામાં આવશે. ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ વારિશ ઇસાનીએ જણાવ્યું કે જીએસટી નેટવર્કમાં હાલના રાજ્યના વેટના ડીલરનું ઓટોમેટિક રજિસ્ટ્રેશન થઇ જશે તથા આ નંબર માટે વેપારીઓએ જીએસટીએન-ર૦નું ફોર્મ ભરવું પડશે.

4

કરદાતા જીએસટી સહિત નવાં રજિસ્ટ્રેશન તથા ઓનલાઇન ફાઇલિંગ અંગે જાણતા થાય તે માટે પોર્ટલ આગામી સપ્તાહે આઠમી નવેંબરે લોંચ થાય તેવી શક્યતા છે. રાજ્યના વેટમાં નોંધાયેલા પાંચ લાખથી વધુ વેપારીઓનું ઓટોમેટિક જીએસટી પોર્ટલમાં રજિસ્ટ્રેશન થઇ જશે. જીએસટીના આ નવા પોર્ટલનું નામ WWW.GST.GOV.IN રહેશે.

5

કેન્દ્ર સરકાર એપ્રિલ-૨૦૧૭થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવા તડામાર તૈયારીઓ કરી રહી છે. જીએસટીના ચાર સ્તરીય રેટના માળખા સંબંધે સર્વસંમ‌િત સધાઇ ગઇ છે તો બીજી તરફ ઇન્ફોસિસ દ્વારા આ માટે પ્રોગ્રામ પણ તૈયાર કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

  • હોમ
  • અમદાવાદ
  • GST નું નવુ પોર્ટલ આગામી સપ્તાહથી થશે લોન્ચ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.