ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યની જીત સામે હાઈકોર્ટમાં થઈ રીટ ?
અરજીમાં લખ્યું કે, બાદમાં તેમની રજૂઆત ધ્યાને લીધા સિવાય ચૂંટણી અધિકારીએ ઉમેદવારી ફોર્મ રદ કરી દીધું હતું. તે દિવસે ત્યાં મહંમદ ઇમરાન ત્યાં હાજર હતાં તેમણે ફરી સહી કરી આપવા છતાં તંત્રએ તે સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરજદાર જયંતીભાઇ મેવાડાએ એડવોકેટ કે.આર. કોષ્ઠી મારફતે કરેલી પિટિશનમાં એવી રજૂઆત કરી હતી કે, તેમણે આમ આદમીની પાર્ટીમાંથી દાણીલીમડા વિધાનસભા વિસ્તારમાંથી ફોર્મ ભર્યું હતું. જો કે કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારે તેના ફોર્મ સામે એવો વાંધો રજૂ કર્યો હતો કે, મકરાણી મહંમદ ઇમરાને જયંતીભાઇના ટેકામાં સહી કરી હતી તે ખોટી છે. બીજી તરફ જયંતીભાઇએ તે વાંધો ખોટો હોવાનું જણાવ્યું હતું.
અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ટેકેદાર દ્વારા ચૂંટણી અધિકારીની હાજરીમાં સહી કરી હોવા છતાં તેને માન્ય રાખવામાં આવી નહોતી અને તેમની રજૂઆતોને ધ્યાને ન લેવાતા અન્યાય કરવામાં આવ્યો છે.
અમદાવાદ: અમદાવાદના દાણીલીમડા બેઠક પરથી કોગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની જીત વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. શૈલેષ પરમારે આમ આદમી પાર્ટીના ઉમેદવારના ટેકેદારની સહી બાબતે વિવાદ ઉભો કરી તેમનું નોમિનેશન રદ કરવા મામલે હાઇકોર્ટમાં થયેલી અરજીમાં ચૂંટણીપંચ, શૈલેષ પરમાર સહિત અન્યોને નોટિસ પાઠવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -