એસીબીને હવે એક ક્લિક પર ભ્રષ્ટાચારના વ્યવહારોની જાણ થશે, જાણો કઈ રીતે ?
અમે સીબીઆઇમાં આ ડેટાનો ઉપયોગ કરતા હતા. લાંચ રુશ્વત વિરોધી દળ અપ્રમાણસર મિલકતવાળા કેસની તપાસ કરે ત્યારે આરોપીના નાણાકીય વ્યવહારો ઘણીવાર બહાર આવતા નથી આથી એનપીસીઆઇની મદદ લઇને આવા કેસના ઝડપી નિકાલ લાવવા માટે પ્રયાસ કરીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસીબીના સ્પેશિયલ ડાયરેક્ટર અને લાંબા સમય સુધી સીબીઆઇમાં ફરજ બજાવનારા કેશવ કુમારે એનપીસીઆઇના વડાને અમદાવાદ આવવા આમંત્રણ આપ્યું હતું. ઘણીવાર આર્થિક ગુનાની તપાસમાં સિક્યુરિટી એજન્સી એનપીસીઆઇનો ડેટા લે છે અને એ ડેટા કેસ સોલ્વ કરવામાં પણ ઉપયોગી થાય છે.
આ મુદ્દે વાત કરતા એનપીસીઆઈના વડા ભરત પંચાલે જણાવ્યું હતું કે, અમારી કંપની સરકાર માટે રૂ-પે કાર્ડ,ભીમ એપ જેવી પ્રોડક્ટ લોન્ચ કરતી રહી છે ને તેમાં હવે આ નવી કામગીરી ઉમેરાશે. તેમણે કહ્યું કે એસીબીના અધિકારીઓને એનપીસીઆઇ કેવી રીતે કામ કરે છે તેની વિસ્તૃત જાણકારી માટે આ સેશન રાખવામાં આવ્યું હતું.
શનિવારે ભીમ એપ અને રૂ-પે કાર્ડ લોન્ચ કરનારી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ના અધિકારીએ અમદાવાદ એસીબીમાં નવા નિયુક્ત થયેલા કર્મચારીઓ ઉપરાંત અન્ય અધિકારીઓને અપ્રમાણસર મિલકતમાં એનપીસીઆઈ કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
દેશની મોટા ભાગની બેંકો એનપીસીઆઈનું સોફ્ટવેર વાપરે છે. તેના કારણે તમામ બેંકોમાં ચેક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી થતા તમામ વ્યવહારો અંગે એનપીસીઆઈ પાસે માહિતી રહેતી હોય છે. આ માહિતી હવે એક ક્લિકથી એસીબીને મળશે.
અમદાવાદઃ કેન્દ્ર સરકાર માટે ભીમ એપ અને રૂ-પે કાર્ડ લોન્ચ કરનારી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) હવે ગુજરાતની એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)ને મદદ કરશે. ગુજરાત એસીબી હવે એનપીસીઆઈના ડેટાનો સીધો ઉપયોગ કરી શકશે તેના કારણે ભ્રષ્ટાચારના વ્યવહારોની માહિતી એક ક્લિક પર મળી જશે.
અત્યાર સુધી સીબીઆઈ તપાસમાં જરૂર પડે ત્યારે એનપીસીઆઈ પાસેથી બેંક વ્યવહારની વિગતો મેળવતી રહી છે પણ હવે એસીબી પણ અપ્રમાણસર મિલકતના કેસમાં એનપીસીઆઈ પાસેથી મદદ મેળવી શકશે.
એસીબીને એનપીસીઆઈના ડેટાનો ઉપયોગ કરવા મળે તેના કારણે કોઈ પણ વ્યક્તિએ તેનાં કાર્ડ દ્વારા કરેલા તમામ નાણાંકીય વ્યવહારો તથા બેંકનાં ખાતામાં થયેલા વ્યવહારની તમામ વિગતો એક ક્લિક પર એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)ને મળી જશે તેથી ભ્રષ્ટાચારને રોકવામાં બહુ મોટી મદદ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -