જાણો, ગુજરાતની કઈ બેઠક પર નોટાને સૌથી વધારે મત મળ્યા
અમદાવાદઃ સોમવારે ગુજરાતમાં વિધાનસભાની ચૂટણીના જાહેર થયેલા પરિણામોમાં લાખો મતદારોએ ભાજપ-કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષના ઉમેદવારને મત આપવાના બદલે નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 5,51,431 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત જ નોટાનો ઉપયોગ થયો હતો. ચૂંટણીપંચના આંકડા મુજબ ગુજરાતના કુલ મતના 1.8 ટકા વોટ નોટાને મળ્યા છે. કેટલીક જગ્યાએ નાના રાજકીય પક્ષોથી વધુ વોટ નોટાને મળ્યા છે. મોટાભાગે દરેક મત વિસ્તારમાં બે-ચાર હજાર મતો નોટાને મળ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં એલિસબ્રીજ – 3479, ઘાટલોડિયા – 4173, નારણપુરા – 2869, મણિનગર – 2612, વેજલપુર – 3663, સાબરમતી – 2856, દરિયાપુર – 1616, અસારવા – 2067, અમરાઇવાડી – 2427, બાપુનગર – 1822, ઠક્કરબાપાનગર – 2229, જમાલપુર - 1688 દાણીલિમડા – 2182, નિકોલ – 1959, નરોડા – 2852, વટવા – 2460 વોટ નોટાને મત મળ્યા છે.
મહેસાણામાં માત્ર 686 વોટ નોટાને મળ્યા છે. મહેસાણામાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલનો ભવ્ય વિજય થયો છે. NCP, BTP, બહુજન સમાજ પાર્ટી સહિતના નાના રાજકીય પક્ષોને ય નોટા કરતાં ઓછા મતો મળ્યા છે.
ગુજરાતમાં નોટાનો સૌથી વધુ ઉપયોગ બનાસકાંઠાના દાંતામાં કરવામાં આવ્યો. દાંતામાં 6461 વોટ નોટાને મળ્યાં છે. મતદારોએ નાની રાજકીય પાર્ટી કરતાં નોટાને પસંદ કરવાનુ વધુ પસંદ કર્યુ છે. જે ઉમેદવારો પ્રત્યેની નારાજગી દર્શાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -