‘કોંગ્રેસમાં કભી ખુશી કભી ગમ’: કોંગ્રેસના કયા મોટા નેતાઓનો થયો પરાજય અને વિજય, જાણો વિગતે
અમદાવાદના બાપુનગર બેઠક પરથી કોંગ્રેસે હિંમતસિંહ પટેલને મેદાનમાં ઉતાર્યા હતાં. જ્યારે ભાજપે જગરૂપસિંહ રાજપુતને મેદાનમાં ઉતાર્યા હતાં. કોંગ્રેસના હિંતમસિંહ પટેલનો 3067 મતે વિજય થયો હતો. કોંગ્રેસનો વિજય થતાં બાપુનગરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા બેઠક પણ આ વખતે ચર્ચાનો વિષય બની હતી કારણ કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતાં. જ્યારે કોંગ્રેસમાંથી જીવાભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા હતાં જોકે જીવાભાઈ પટેલનો 5159 મતે પરાજય થયો હતો. જોકે પાટીદાર અનામત આંદોલનનું મહેસાણા એપી સેન્ટર ગણાય છે છતાં પણ આ બેઠક પર ભાજપનો વિજય થયો.
બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોરે ચૂંટણી પહેલા જ ચેતવણી આપી હતી અને કહ્યું હતું વાવ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થશે. કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર અને ભાજપમાંથી શંકર ચૌધરીને મેદાનમાંથી ઉતાર્યા હતાં. જોકે શંકર ચૌધરીનો 6655 મતે પરાજય થયો હતો. કોંગ્રેસની જીત થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.
દક્ષિણ ગુજરાતના મહુવામાંથી કોંગ્રેસે ડો.તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે ભાજપે મોહનભાઈ ઢોડીયાને મેદાનમાં ઉતાર્યા હતાં. 6500 મતથી તુષાર ચૌધરીનો પરાજય થયો હતો. ભાજપની જીત થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રાજકોટની બેઠક સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની હતી. કારણ કે આ બેઠક પરથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા જ્યારે કોંગ્રેસમાંથી ઈન્દ્રનીલ રાજ્યગુરુને ટીટિક આપવામાં આવી હતી જ્યારે બંન્ને પક્ષના ઉમેદવારો દાવો કર્યો હતો કે મારી જીત થશે જોકે અહીં વિજય રૂપાણીની જીત થઈ છે. વિજય રૂપાણીનો 53602 મતથી વિજય થયો હતો. વિજય થતાં ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વિસાવદર બેઠક પરથી કોંગ્રેસે હર્ષદ રિબડિયાને મેદાનમાં ઉતાર્યા હતાં. જ્યારે ભાજપમાંથી કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા હતાં. જોકે ભાજપે બાજી ગુમાવી દીધી હતી અને કિરીટ પટેલનો 2855 મતે પરાજય થયો હતો. કોંગ્રેસનો વિજય થયાં ખુશીની લહેર જોવા મળી હતી.
પોરબંદરથી કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયાને ટીકિટ આપવામાં આવી હતી જેમની સામે ભાજપે બાબુ બોખીરિયાને ટીકિટ આપી હતી. જોકે અર્જુન મોઢવાડિયાનો 516 મતે પરાજય થયો હતો. બાબુ બોખીરિયાનો વિજય થતાં ભાજપ દ્વારા પોરબંદરમાં ખુશી મનાવવામાં આવી હતી.
કોંગ્રેસે સિદ્ધાર્થ પટેલ ડભોઈ ટીકિટ આપી હતી જ્યારે ભાજપે શૈલેષ મહેતાને ટીકિટ આપી હતી. આ વખતે સિદ્ધાર્થ પટેલનો પરાજય હતો જ્યારે શૈલેષ મહેતાનો 2839 મતથી વિજય થયો હતો. વિજય થતાં જ લોકોમાં ખુશી જોવા મળી હતી.
કચ્છના માંડવી બેઠક પરથી આ વખતે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલને ટીકિટ આપવામાં આવી હતી. જોકે શક્તિસિંહનો પરાજય થયો હતો જ્યારે વિરેન્દ્રસિંહ જાડેજા 9046 મતથી વિજય થયો હતો. ભાજપનો વિજય થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.
અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા હતાં. બાવકુ ઉંધાડ સામે પરેશ ધાનાણીનો 12029 મતોથી વિજય થયો છે. પરેશ ધાનાણીનો વિજય થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અમદાવાદ: આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં ભાજપની જીત જોવા મળી રહી છે જ્યારે કોંગ્રેસ પણ 80 જેટલી સીટો પર જીત મેળવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપમાં પણ આવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ભાજપે 2012 કરતાં આ વખતે ઓછી સીટો મળી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસના મોટા નેતાઓનો પણ પરાજય જોવા મળી રહ્યો છે જોકે ઘણાં નેતાઓની જીત પણ થઈ છે. ગુજરાતમાં ઘણી બેઠકો પર પાટીદારોને કારણે કોંગ્રેસને સીધો ફાયદો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -