✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલ સાથે કોંગ્રેસની અંદરખાને સમજૂતી ? હાર્દિકને કેટલી બેઠકો આપવા અપાયું વચન ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Nov 2017 02:56 PM (IST)
1

હાર્દિક પટેલ માટે ભાજપના દરવાજા બંધ થઇ ગયા હોવાથી તેણે કોંગ્રેસનો હાથ બહારથી પકડવાની શરૂઆત કરી હતી. આ ચૂંટણીમાં ભાજપ સમર્થિત પાટીદારોને હરાવવા માટે હાર્દિક પટેલ મહેનત કરશે પરંતુ પાટીદારોને વધુમાં વધુ પ્રતિનિધિત્વ મળે તે માટે તેણે કોંગ્રેસ સાથે સમાધાન કર્યાનું મનાય છે.

2

ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન થયેલા અત્યાચાર અને અન્યાયના મુદ્દે હાર્દિક પટેલ છેલ્લા ત્રણ વર્ષથી આંદોલન ચલાવી રહ્યો છે. ત્યારે વિઘાનસભાની ચૂંટણી આવી જતાં પાટીદારોને સત્તામાં વધુ ભાગીદારી મળે તે માટે હાર્દિક પટેલ દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે.

3

ગુજરાતમાં વિઘાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી ત્રણ યુવા નેતાઓ ચિત્ર બદલી શકે તેમ છે. તેવા સમયે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે જોડાણ કરી લીધું છે. પરંતુ હાર્દિક પટેલ અને મેવાણી હજી સુધી કોઇ રાજકીય પક્ષ સાથે સીધી રીતે જોડાયા નથી.

4

હાર્દિક પટેલની અગાઉ અશોક ગહેલોત સહિતના કોંગ્રેસના નેતાઓ સાથેની મુલાકાતોથી સ્પષ્ટ થઇ ગયું હતું કે, હાર્દિક પટેલ આંદોલન દરમિયાન ભાજપ વિરોધી પ્રચાર કરશે. આ માટે હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે સોદાબાજી કરી હોવાનું હાર્દિકના જ નિકટના સાથીઓ જણાવી રહ્યા છે.

5

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો હાર્દિક પટેલને સત્તામાં ભાગીદારી આપવાની પણ તૈયારી કોંગ્રેસે બતાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અલબત્ત સત્તાવાર રીતે કોંગ્રેસ કે હાર્દિક પટેલ બંનેમાંથી કોઈએ આ મુદ્દે કોઈ જાહેરાત કરી નથી. હાર્દિક આજે સુરતમાં હતો પણ તેણે રાહુલ ગાંધીને મળવાનું ટાળ્યું હતું.

6

અમદાવાદઃ ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ અને કોંગ્રેસ વચ્ચે અંદરખાને સમજૂતી થઈ ગઈ હોવાની વિગતો બહાર આવી રહી છે. હાર્દિક પટેલે 40 પાટીદારોને ટિકિટ આપવા માટેની માંગણી કોંગ્રેસ સમક્ષ રજૂ કરી છે. કોંગ્રેસે આ માગણી સ્વીકારી હોવાનું મનાય છે.

7

હાર્દિકે કોંગ્રેસને મદદ કરવાની ખાતરી આપતાં કોંગ્રેસે પણ હાર્દિક પટેલના આંદોલનને પડદા પાછળ તમામ પ્રકારની મદદ શરૂ કરી છે. હાર્દિકે કોંગ્રેસ સાથે એવું સમાધાન કર્યું છે કે, હાર્દિક પટેલ નક્કી કરે તે 40 ઉમેદવારને કોંગ્રેસ ટિકિટ આપે અને આ ઉમેદવારોને જીતાડવાની જવાબદારી હાર્દિક પટેલ પોતાના માથે લેશે.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિક પટેલ સાથે કોંગ્રેસની અંદરખાને સમજૂતી ? હાર્દિકને કેટલી બેઠકો આપવા અપાયું વચન ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.