અમિત શાહના પુત્ર જય શાહને કેમ મળી હાઈકોર્ટની નોટિસ? જાણો વિગત
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહને ગુરુવારે એક નોટિસ ફટકારી છે. આ નોટિસ ઓનલાઈન સમાચાર પોર્ટલ ધ વાયર દ્વારા દાખલ એક અરજીના મામલે જારી કરવામાં આવી છે. અરજીમાં સેશન્સ કોરના એ આદેશને પડકાર ફેંકવામાં આવ્યો છે જેમાં પોર્ટલ પર આ મામલે કોઈપણ સમાચાર આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જજ પરેશ ઉપાધ્યાયે નોટિસ જારી કરીને બે સપ્તાહની અંદર જવાબ આપવા કહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્યંત ચર્ચાસ્પદ આ કેસમાં ફાઉન્ડેશન ફોર ઇન્ડિપેન્ડેન્ટ જર્નાલિઝ્મ(ધી વાયર) તથા લેખ લખનાર પત્રકાર રોહિણી સિંહ દ્વારા બે પિટિશન કરવામાં આવી છે. જેમાં અરજદારો તરફથી એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે, ટ્રાયલ કોર્ટનો હુકમ એકપક્ષીય છે અને કાયદાની દૃષ્ટિએ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના અનુસંધાને પણ ભૂલભરેલો હોઇ તેને રદ કરવો જોઇએ.
ટ્રાયલ કોર્ટના જજ કેસના ગુણદોષમાં ગયા નથી. તેમણે જય શાહ દ્વારા કરાયેલા આક્ષેપો કે કેસના તથ્યોને ચકાસ્યા વિના આદેશ કર્યો છે. પાર્ટીને એકપક્ષીય ઓર્ડર મળી જતો હોય છે તેના પછી આવા કેસોમાં મુદતો જ પડતી હોય છે અને બીજા પક્ષને કાયદાકીય રીતે અન્યાય થાય છે.
ગુરુવારે હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન એડવોકેટ દુષ્યંત દવેએ દલીલ કરી હતી કે, આ કેસમાં બદનક્ષીનો કોઇ મુદ્દો બનતો જ નથી અને ટ્રાયલ કોર્ટે એકપક્ષીય આદેશ કરીને ભૂલ કરી હોવાથી અમારી અરજી ટકવાને પાત્ર છે. ધી વાયરમાં લેખ પ્રકાશિત કરતાં પહેલા સંબંધિત મુદ્દે જય શાહની સ્પષ્ટતા મંગાવવામાં આવી હતી અને તેને પણ લેખમાં અને તેની લિન્કમાં જોડવામાં આવી હતી. જે દર્શાવે છે કે રિપોર્ટિંગ સંપૂર્ણપણે નિષ્પક્ષ હતું.
બંધારણે આપેલા વાણી સ્વાતંત્ર્ય સામેનો હુકમ અતિ દુર્લભ કે સંકટના સંજોગોમાં જ આપી શકાય. પરંતુ અહીં જે લેખનો મુદ્દો ઉપસ્થિત થયો છે તેની તમામ હકીકતો અને તથ્યો તો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં ઉપલબ્ધ છે. આ માહિતી ખોટી હોવાનો દાવો જય શાહે પણ કર્યો નથી. તેથી બદનક્ષીનો કેસ બનતો જ નથી.
રોહિણી સિંહની પિટિશનમાં સીનિયર એડવોકેટ મિહિર જોષીએ દલીલ કરી હતી કે,ટ્રાયલ કોર્ટનો આદેશ વાણી સ્વાતં�યના મૂળભૂત અધિકાર પર તરાપ મારતો હોઇ તેને રદ કરવો જોઇએ. અલબત્ત, આ કેસની સુનાવણીમાં જય શાહ વતી એડવોકેટ ઉપસ્થિત ના હોવાથી જસ્ટિસ ઉપાધ્યાયે હાલના તબક્કે વચગાળાની રાહત રૂપે સ્ટે આપવાનો ઇન્કાર કરી નોટિસ પાઠવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -