ગુજરાત ચૂંટણી 2017: જાણો ભાજપ અને કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાઓ હારી ગયા
ગીર સોમનાથ જિલ્લામાં આવતી સોમનાથ બેઠક પરથી ભાજપના મંત્રી જશાભાઈ બારડની 20450 મતે હાર થઈ છે. કોંગ્રેસના વિમલ ચુડાસમાને 94194 મત મળ્યા છે જ્યારે જશાભાઈ બારડને 74464 મત મળ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગર જિલ્લા અંતર્ગત આવતી જામજોધપુર સીટ ભાજપના ચીમનભાઈ સાપરિયાનો કોંગ્રેસના ચિરાગભાઇ કાલરિયા સામે નજીવા અંતરથી હાર થઈ છે.
બોટાદ જિલ્લામાં આવતી ગઢડા સીટ પર આત્મારામ પરમાર કમળ ખીલવી શક્યા નથી. આ સીટ પર કોંગ્રેસના પ્રવીણભાઈ મારુને 69457 અને આત્મારામને 60033 મત મળ્યાં છે.
અમરેલી સીટ પરથી ભાજપના બાવકુ ઉધાડનો કોંગ્રસના પરેશ ધાનાણી સામે પરાજય થયો છે. બાવકુ ઉધાડે પ્રથમ વખત પરાજયનો સ્વાદ ચાખ્યો છે. આ વખતે તેમની સીટ બદલવામાં આવી હતી. કોંગ્રેસના વિજેતા ઉમેદવાર પરેશ ધાનાણીને 87032 અને બાવકુભાઇને 75003 વોટ મળ્યાં
સિદ્ધપુર બેઠક પરથી જયનારાયણ વ્યાસનો પણ પરાજય થયો છે. આ સીટ પર કોંગ્રેસના ચંદનજી ઠાકોરને 88268 અને ભાજપના જયનારાયણ વ્યાસને 71008 વોટ મળ્યાં છે.
જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરુની હાર સૌથી આશ્ચર્યજનક પરિણામ છે. ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરુને 70766 અને કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ભીખાભાઈ જોશીને 76850 વોટ મળ્યાં છે.
વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા વિરમગામના તેજશ્રીબેન પટેલની 6548 મતે હાર થઈ છે.
અમરેલી જિલ્લામાં ભાજપનું મોટું માથું ગણાતા હીરાભાઈ સોલંકીની રાજુલા બેઠક પરથી હાર થઈ છે. કોંગ્રેસના અમરિષ ડેર 83818 વોટ સાથે વિજેતા બન્યા છે.
ભાજપના દિગ્ગજ નેતા અને મોદીના ખાસ મનાતા દિલીપ સંઘાણીને આ વખતે ભાજપે અમરેલીના બદલે ધારીથી ટિકિટ ફાળવી હતી. પરંતુ ત્યાં પણ તેમનો કોંગ્રેસના જેવી કાકડિયા સામે પરાજય થયો હતો. સંઘાણીને 51308 અને કાકડિયાને 66644 વોટ મળ્યાં.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાની દસાડા બેઠક પરથી હાર થઈ છે. તેમને ઈડરના બદલે દસાડાથી ટિકિટ આપવામાં આવી હતી. રમણલાલને 70281 વોટ મળ્યાં, જ્યારે વિજેતા ઉમેદવારને 74009 વોટ મળ્યાં.
વાવ બેઠક પરથી ભાજપના શંકર ચૌધરીની હાર થઈ છે. ગુજરાત સરકારના આરોગ્યમંત્રી શંકર ચૌધરીને 95673 જ્યારે કોંગ્રેસના વિજેતા ગેનીબેન ઠાકોરને 102328 વોટ મળ્યાં છે.
ભાજપની વાત કરીએ તો 4 દાયકા કરતાં વધુ સમયથી ભાજપનો ગઢ રહેલી જમાલપુર-ખાડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટનો પરાજય થયો છે. આ સીટ પર કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાને 75346 વોટ, જ્યારે ભૂષણ ભટ્ટને 46007 વોટ મળ્યાં છે. ભૂષણ ભટ્ટના પ્રચાર માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ પણ આવી હતી.
કલોલ સીટ પરથી બળદેવ ઠાકોરની 7965 મતથી હાર થઈ છે. તેમને 82886 મત મળ્યા હતા. જ્યારે ભાજપના અતુલ પટેલને 74291 મત મળ્યા છે. દહેગામ સીટ પર કામિનિબા રાઠોડની 10860 મતે હાર થઈ છે. તેમને 63585 મત મળ્યા છે. જ્યારે ભાજપના બલરાજ ચૌહાણને 74445 મત મળ્યા હતા. આગળની સ્લાઈડ્સમાં જુઓ ભાજપના ક્યા દિગ્ગજ નેતા હાર્યા.
ડભોઈથી સિધ્ધાર્થ પટેલની 2839 મતથી હાર થઈ છે. તેમને 75106 મત મળ્યા હતા જ્યારે ભાજપના શૈલેષભાઈ મહેતાને 77945 મત મળ્યા હતા. મહેસાણા સીટ પરથી જીવાભાઈ પટેલની 7137 મતથી હાર થઈ છે. તેમને 83098 મત મળ્યા હતા. જ્યારે ભાજપના નીતિનભાઈ પટેલને 90235 મત મળ્યા છે.
પોરબંદર સીટ પરથી અર્જુન મોઢવાડિયા 1855 મતથી હારી ગયા છે. તેમને કુલ 70575 મત મળ્યા હતા જ્યારે ભાજપના બાબુભાઈ બોખીરિયાને 72430 મત મળ્યા હતા.
કોંગ્રેસની વાત કરીએ તો સુરત (મહુવા) બેઠક પરથી તુષાર ચોધરીની 6433 મતથી હાર થઈ છે તેમને 76174 મત મળ્યા હતા જ્યારે ભાજપના મોહનભાઈ ઢોડીયાને 82607 મત મળ્યા હતા. કચ્છ (માંડવી) બેઠક પરથી શક્તિસિંહ ગોહીલની 9046 મતે હાર થઈ છે. તેમને 70423 મત મળ્યા હતા જ્યારે ભાજપના વજેન્દ્રસિંહ જાડેજાને 79469 મત મળ્યા હતા.
અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. આ વખતે ચૂંટણીમાં કેટલાય ચોંકવનારા પરિણામ સામે આવ્યા છે જેમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે મોટો ફટકો પડ્યો છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસના કેટલાય દિગ્ગજ નેતાઓ હારી ગયા છે. આગળ વાંચો ભાજપ અને કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતા હાર્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -