કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં આવનાર 7 ધારાસભ્યમાંથી 5નો કારમો પરાજય, 2ની થઈ જીત
આ સિવાય માણસાના અમિત ચૌધરી ૫૨૪ મતથી, ઠાસરામાંથી રામસિંહ પરમાર ૭૦૨૮ મતથી જ્યારે બાલાસિનોરમાં માનસિંહ ચૌહાણનો ૧૦૬૦૨ મતથી પરાજય થયો છે. અન્ય ધારાસભ્યોમાં વિજાપુરના પ્રહલાદ પટેલ, સિદ્ધપુરના બલવંતસિંહ રાજપૂત, જસદણના ભોળાભાઈ ગોહેલ, વાંસદાના છનાભાઈ ચૌઘરી અને સાણંદના કરમશીભાઈ કોળીપટેલ ચૂંટણી લડ્યા ન હતા. સાણંદમાં ભાજપે કરમશીભાઈના પુત્ર કનુભાઈને ઉમેદવાર બનાવ્યા હતા અને તેમનો વિજય થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કરનારા ડો. તેજશ્રીબેન પટેલ માટે પાટીદાર સમાજની વસતી આશીર્વાદરૂપ ગણાતી હતી, પરંતુ કોંગ્રેસે આ બેઠક પરથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના વફાદાર લાખાભાઈ ભરવાડને મેદાનમાં ઉતાર્યા હતા. ભરવાડને મેદાનમાં ઉતારીને પટેલ સમાજ સિવાયના અન્ય સમાજના મત અંકે કરવાનું કોંગ્રેસનું ગણિત સાચું પડ્યું અને તેજશ્રીબેનનો ૬૫૪૮ મતથી પરાજય થયો છે. જો કે, વિરમગામની બેઠક પરથી બે અપક્ષ ઉમેદવારોએ ૨૦ હજારથી વધુ મત લઈને તેજશ્રીબેનના પરાજયમાં મહત્વની ભૂમિકા નીભાવી છે.
અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર 14 દારાસભ્યોમાંથી સાત ધારાસભ્યોને ભાજપે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી હતી. જેમાંથી બે ઉમેદવાર જામનગર(ઉત્તર)ના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો ૪૦૯૬૩ અને ગોધરાના સી.કે.રાઉલજી માત્ર ૨૫૮ મતથી વિજયી બન્યા છે. જ્યારે પાંચ ધારાસભ્યનો કારમો પરાજય થયે છે જેમાં જામનગર-ગ્રામ્યના રાઘવજી પટેલ, વિરમગામના ડો.તેજશ્રીબેન પટેલ, માણસાના અમિત ચૌધરી, ઠાસરાના રામસિંહ પરમાર અને બાલાસિનોરના માનસિંહ ચૌહાણના નામ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -