Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક પર થશે બે મહિલાઓ વચ્ચે ટક્કર
ગુજરાતમાં 6 કરોડની વસતીમાંથી 48 ટકા મહિલા વોટર છે. આ વખતે ગુજરાતી ચૂંટણીમાં ભાજપ તરફથી માત્ર 11 મહિલા ઉમેદવારો અને કોંગ્રેસ તરફથી 10 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ એક બીજાની જીતનો દાવો કરી રહી છે. આ ચૂંટણીમાં ભાવનગર પૂર્વ એકમાત્ર એવી બેઠક છે જ્યાં બે મહિલા ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. ભાજપે વિભાવરીબેન દવેને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે નિતા રાઠોડને ટિકિટ આપી છે.
1990થી આ સીટ ભાજપ જીતતું આવ્યું છે. 2002 અને 2007માં કોંગ્રેસે CPM સાથે ગઠબંધન કર્યુ હતું અને CPMના ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા. 2012માં અહીં ભાજપ, કોંગ્રેસ અને CPM વચ્ચે ટક્કર થઈ હતી, પરંતુ વિભાવરીબેન દવે 40,000 કરતા વધારે વોટથી જીતી ગયા હતા.
વિભાવરીબેન દવે ભાવનગરના પહેલા મહિલા મેયર હતા અને તેમની રાજકીય કારકિર્દી પણ સારી રહી છે. નિતાબેન રાઠોડ પણ પંચાયતની ચૂંટણીમાં બે વાર ચૂંટાયા છે અને તેમના પિતાનું રાજકારણમાં નોંધનીય યોગદાન રહ્યું છે. આ બન્ને ઉમેદવારો પોસ્ટ-ગ્રેજ્યુએટ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -